-
જૈન સાધુ-સાધ્વીજીના જીવન વિશે તમે શું જાણો છો? | Jain Sadhu Sadhvi
Jain Sadhu Sadhvi | “અહિંસા પરમો ધર્મ” આ વાક્ય તમે સાંભળ્યું જ હશે. જૈનધર્મ અહિંસાનાં સિદ્ધાંતોને માનવામાં આવે છે. જૈન સાધુ-સાધ્વીજી જાણતા-અજાણતા પણ હિંસાથી દૂર રહે છે. ત્યારે જૈન સાધુ સાધ્વીજીનું જીવન કેવું હશે તેવું તમને વિચાર આવશે. આમ આપણે જૈન ધર્મના સાધુ- સાધ્વી ભગવંતો સાદગીભર્યા અને મહાન જીવન વિશે જાણકારી મેળવીએ.
જૈન ધર્મમાં સાધુ સાધ્વી ભગવંતો કઈ રીતે પોતાનુ જીવન જીવ છે, તેમની દિનચર્યા શું હોય છે, તેઓ ક્યારે ખોરાક ગ્રહણ કરે છે, હિંસા વિશે તેમના વિચારો, વાંચન અને જ્ઞાનની સમૃધિ માટે તેઓ સંત જીવનને કઈ રીતે અનુસરે છે તેના વિશે વિશેષમાં જાણકારી મેળવીએ.
પ્રતિક્રમણ અને પ્રતિલેખન એટલે શું?
Jain Sadhu Sadhvi સવારે 4- 5 વાગ્યે જાગીને એક દોઢ કલાક સુધી મેડિટેશન કરે છે. જેને પ્રતિક્રમણ અને પ્રતિલેખન કહેવામાં આવે છે. જૈન સાધુ સંતો હિંસાથી દુર રહે છે. તેઓ ભૂલથી પણ કોઈ પાપ કરતાં નથી. પરંતું રાત્રીના સમયે ઊંઘતા દરમિયાન જાણતા-અજાણતા કોઈ જીવ શરીરની નીચે દબાઈને મરી ગયું હોય, ગુસ્સો આવે તો તેઓ બધા પાપોની કબુલાત કરે છે. આમ કબુલાતને પ્રતિક્રમણ કહેવાય છે. આ સાથે તેમના કપડામાં કોઈપણ જીવ ફસાઈને મરી ના જાય તેનું પણ તેઓ ઊંડાણપૂર્વક ધ્યાન રાખતા હોય છે. આમ જો, મચ્છર, કીડી કે અન્ય કોઈ જીવ તેમના કપડામાં દેખાય તો તેના ત્યાંથી દૂર થયા પછી તે કપડાઓ એકત્ર કરે છે. આમ તેને પ્રતિલેખન કહેવાય છે.
જૈન ગ્રંથોનું વાંચન, શ્લોકપાઠ, દેરાસરના દર્શન અને શાસ્ત્રોની શીખ :
આગળ વાત કરીએ તો, સૂર્યોદય થવાની સાથે જૈન સાધુ સાધ્વી ભંગવતો વાંચન શરૂ કરે છે. જેમાં તેઓ હજારો સંખ્યામાં રહેલા જૈન ગ્રંથોને વાંચી તૈયાર કરે છે. આ બાદ લગભગ 8.30 વાગ્યા સુધી આ શ્લોકપાઠ કર્યા પછી દેરાસરના દર્શન કરવાની સાથે નાના મોટા કાર્યો કરે છે. પછી 9.30 આસપાસ તેઓ શાસ્ત્રોના અર્થ શીખે છે. આમ સામાન્ય ભાષામાં આપણે કહીએ તો પ્રોફેસર લેક્ચર લે છે તેવી રીતે જ્ઞાની સાધુ ભગવંતો અન્ય સાધુઓને શાસ્ત્રોના રહશ્યની જાણકારી આપે છે.
જૈન ધર્મમાં એકાસના અને ગોચરી એટલે શું?
જૈન સાધુ ભગવંતો દિવસમાં એકજ વખત બપોરના સમયે ભોજન ગ્રહણ કરે છે. આમ તેને જૈન ધર્મમાં એકાસના કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો, જૈન સાધુ ભગવંતો ક્યારે પણ ખાવાનું બનાવતા નથી. તેઓ અનેક ઘરોમાં ભિક્ષા માટે જાય છે. તેને જૈનધર્મ પ્રમાણે ગોચરી કહેવાય છે. જૈન સંતો બધા ઘરમાંથી થોડું-થોડું ભોજન ગ્રહણ કરવાની સાથે તે ઘરમાં ભોજનની ઘટ ન પડે અને બીજી વખત બનાવવું ન પડે એટલું જ ભોજન લેતા હોય છે. જૈન સંતો ભિક્ષા માટે ફક્ત જૈનોનાજ ઘરે જાય એવું નથી પરંતુ તેઓ બધાના ઘરે જાય છે. તેમાં શર્ત માત્ર એટલી હોય છે તે ઘરે માસાહારી ખોરાક ન બનતો હોવો જોઈએ. ઉપરાંત જે લોકો જૈન સાધુ સંતોને પસંદ ન કરતાં હોય અથવા ભિક્ષા દેવા ન ઈચ્છતા હોય તે લોકોના ઘરે તેમણે જતાં નથી. આ મહાન કારણ પાછળનું એ છે કે, આ સાધુ સંતો માત્ર એક જ ઈરાદો હોય છે કે અમારા કારણે કોઈને પણ જાણતા-અજાણતા દુઃખી થવા ન જોઈએ.
સૂર્યાસ્ત બાદ ભોજન અને પાણી બંધ :
જૈનધર્મમાં જૈન સંતો માત્ર ગરમ પાણીનું સેવન કરે છે. વિશેષમાં જણાવીએ તો, જૈન સંતો સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રકારે ખોરાક ગ્રહણ કરતા નથી. આ સાથે તેઓ સૂર્યાસ્ત પછી પાણી પીવાનું પણ ટાળે છે. દરેક ઋતુમાં તેઓ આ પ્રતિજ્ઞાનું પાલન કરે છે.
રહેવા માટે ઉપાશ્રય, દરેક જગ્યાએ ચાલીને જઉ અને ફક્ત સફેદ વસ્ત્રોના આગ્રહી :
જૈન સંતોની પાસે એક રૂપિયો પણ હોતો નથી. કે તેમના કોઈ બેંકમાં એકાઉન્ટ હોતા નથી. ઉપરાંત તેઓ માત્ર જૈનોની આરાધનાના ઉપાશ્રયો રાખ્યા છે ત્યાજ રોકાઈ છે. આ સાથે તેઓ કોઈપણ પ્રકારની પોપર્ટીના માલિક નથી. જૈન સંતો દરેક જગ્યાએ પગપાળા જ જાય છે અને તેઓ માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે. તેમની પાસે ફક્ત એકથી બે જોડી જ કપડા હોય છે. આ કપડા સાદા અને કોઈપણ પ્રકારની ડિઝાઈન કે ચિત્રણ વગરના હોય છે. જૈન સંતો પંખા, એ.સી., લેપટોપ, મોબાઈલ વગેરે સાધનનો ઉપયોગ કરતાં નથી. એટલે જ તેઓ બોલિવૂડ, OTT વેબ સિરિઝ અને હજારો ગંદકીથી લાખો કિલોમીટર દૂર છે.
લોચ એટલે શું?
જૈન સંતો વર્ષમાં બે વખત લોચ કરાવે છે. જેમાં તેઓ પોતાના માથા, દાઢી અને મૂછના વાળ હાથથી ખેંચીને નીકાળે છે. આમ આ એક એવું સાહસ છે જે દુનિયામાં એકમાત્ર જૈન સંતો કરતા હશે. હાથ વડે વાળને ખેંચીને કાઢવાથી અતીયંત પીડા ઉત્પન્ન થાય છે.
બ્રહ્મચર્યનું પાલન કરવું સૌથી મહત્વપૂર્ણ :
જૈન સંતોના જીવનમાં બ્રહ્મચર્યનુ પાલન કરવું સૌથી મહત્વપૂર્ણ છે. મનમાં કોઈપણ પ્રકારના ખોટા વિચારો ન આવે તે માટે મજબૂત આચારવિચારોનું પાલન કરે છે. આ સાથે વાત કરીએ તો, જૈન સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા બહેનો માટે પ્રવેશ બંધ હોય છે. તેવી જ રીતે સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયમાં ભાઈઓનો પ્રવેશ બંધ હોય છે. જૈન સંતો સમાચારપત્ર, મેગેઝિન વગેરે વાંચતા નથી. પરંતુ જો કોઈ કારણે વાંચવાનું થયુ તો તેમાં રહેલા વિજાતીય ફોટોને જોતા પણ નથી. બ્રહ્મચર્ય જ માત્ર જૈન સંતોનું એક ઉત્તમ સ્નાન માનવામાં આવે છે. તેનાથી તેઓ પોતાની આત્માને પવિત્ર બનાવે છે. એટલે જ કહેવાય છે કે, પંચમ કાળમાં જે લોકો સાધુ બને છે એ મહાન મનાય છે.