April 20, 2025
Jain World News
Jain Dharm SpecialJainism

જો ઈશ્વર નથી તો પછી સંસારની વ્યવસ્થાનો આધાર કોણ? શું ઈશ્વર વિનાનો પણ ધર્મ હોઈ શકે?

ઈશ્વર
  • જૈન ધર્મમાં ઈશ્વર થી પણ વિશેષ કર્મને સ્થાન

જૈન ધર્મ માં જગતકર્તા ઈશ્વર ને કોઈ સ્થાન નથી. આવા ઈશ્વરની કલ્પના વિનાના ધર્મને ધર્મ કહીં શકાય નહીં. એવી ચર્ચા પશ્ચિમના વિદ્વાનોમાં ચાલી હતી. પરંતું આ પ્રકારની ચર્ચા કરનાર વિદ્વાનો સમક્ષ ખ્રિસ્તી ધર્મ અને તેના જેવા ઈશ્વરવાદી ધર્મો જ હતાં. જ્યારે તેમને બૌદ્ધ ધર્મ અને જૈનધર્મનો પરિચય થયો ત્યારે જ તેમણે જાણ્યું કે ઈશ્વર વિનાનો પણ ધર્મ હોઈ શકે છે. ત્યારપછી તેઓ દ્વારા ધર્મની વ્યાખ્યા જ બદલી નાખવામાં આવી. જેમાં બૌદ્ધ-જૈનનો પણ ધર્મોમાં સમાવેશ કરવા લાગ્યાં હતાં.

તેવામાં એક પ્રશ્ન ઊભો થાય કે, જો ઈશ્વર નથી તો પછી સંસારમાં જે એક વ્યવસ્થા છે તેનો આધાર શું છે? ઈશ્વરવાદિ ધર્મો તો કહી શકે છે કે સર્વશક્તિસંપન્ન ઈશ્વર જગન્નિયન્તા છે. તેમના દ્વારા જ બધું વ્યવસ્થિત થાય છે. આ સંસારચક્રનું સમગ્ર વ્યવસ્થા અને સંચાલન ઈશ્વર થકી જ કરવામાં આવે છે. પરંતું જૈન ધર્મમાં કર્મને વધુ મહત્વ આપવામાં આવતું હોવાથી ઈશ્વરના સ્થાનમાં જૈનો કર્મને માને છે.

જૈન ધર્મની માન્યતા છે કે જીવોનાં કર્મને કારણે જ સંસારચક્ર ગતિમાન છે. આ સૃષ્ટિ પરની સમગ્ર વ્યવસ્થા લોકોનાં કર્મના આધિન છે. આમ જૈન ધર્મનો કર્મવાદનો સિદ્ધાંતનું ઈતર ભારતના સર્વ ધર્મમાં એટલો જ પ્રભાવ પડ્યો જ છે. માટે જ ઈશ્વરને માનનાર લોકો પણ માત્ર ઈશ્વરના ભરોસે બેસી રહેતાં નથી. એટલે જ માનવના કર્મને આધરે તેને ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે એક પ્રકારે ઈશ્વરની અપેક્ષાએ જૈનોનો કર્મવાદ જ પ્રબળ બને છે. જૈનોનું એવું માનવું છે કે, આખરે ઈશ્વરકૃત વ્યવસ્થા કર્માધીન જ છે. માટે જૈન ધર્મની જો કોઈ વિશેષતા હોય તો કર્મવિવેચન છે. કર્મને જ્યારે સંસારક્રના ચાલક બળ તરીકે સ્વીકાર્યુ ત્યારે એને આધારે જ બધી ઘટનાઓ અને જીવોની વિશેષતાઓનો ખુલાસો કરવો જરૂરી હતો.

આ પણ વાંચો : સિદ્ધ ઇન્દ્રજાળની સ્થાપનાથી દૈનિક આવક અને વ્યવસાયમાં મેળવો પ્રગતિ, જાણો સિદ્ધ ઇન્દ્રજાળનાં અનેક ફાયદાઓ

Related posts

પ્રભુ આદિનાથના વરસીતપ નું પારણું

admin

પરમાત્માની પૂજા કરવાની સાથે મંદિરને શુદ્ધ રાખો. શ્રીપાળ કથા – પ્રવચન PART 08

admin

જૈન ધર્મના 18માં તીર્થંકર શ્રી અરનાથ ભગવાન

admin

Leave a Comment