December 17, 2024
Jain World News
FeaturedJain DerasarJain Dharm SpecialJainism

દેરાસરમાં પૂજા ક્યા ક્રમથી થાય છે? જાણો જૈન પૂજા કઈ રીતે થાય છે

  • પૂજા ક્યા ક્રમથી કરશો? પહેલા મૂળનાયકજી પછી બીજા ભગવાન તથા સિદ્ધચક્રજીનો ગટ્ટો

  • ગુરૂમૂર્તિ અને છેલ્લે દેવ-દેવીઓને કપાળે જમણા અંગુઠાથી બહુમાન સ્વૂરૂપે એક જ તિલક કરવું.

સિદ્ધચક્રજીના ગટ્ટા પૂજા કર્યા પછી તે જ કેસરથી બીજા ભગવાની પૂજ કર્યા પછી મૂળનાયક ભગવાનની પૂજા કરવામાં કોઈ બાધ નથી. પૂજા કરતાં પ્રભુજીને નખ ન અડે અને નખને કેસર ન અડે તથા પૂજા પૂર્ણ કર્યા બાદ કેસર નખમાં ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું, કેમકે કેસર નખમાં રહી જાય અને ભોજન કરતાં કેસર પીગળીને પેટમાં જાય તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે. ભગવાનના જમણા અંગુઠે સગાં-સંબંધીઓના નામની વારંવાર પૂજા કરવાની કોઈ વિધિ નથી. તેના બદલે સકળ સંઘવતી માત્ર એક તિલક કરી શકાય. નવ અંગ સિવાય પ્રભુજીની હથેળીમાં, લંછનમાં કે પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘની પૂજા કરવાની વિધિ નથી.

પ્રભુજીના ખોળામાં માથું મુકાય કે અડાડાય નહીં. પૂજા કરવાની આંગળી, હથેલી સિવાયનું કોઈપણ અગં કે પૂજાનાં કપડાંનો પ્રભુજીને સ્પર્શ થવો ઉચિત નથી. પાર્શ્વનાથ ભગવાનની ફણા નવઅંગમાં ગણાતી નથી. એથી ફણાની પૂજા કરવાની આવશ્યકતા નથી તેમ છતાં પૂજા કરવાની ભાવના હોય તો અનામિકા આંગળીથી કરવામાં કોઈ બાધ નથી. પ્રભુજીના આંખ, નાક, મુખ કે શરીર પર કેસરના છાંટ પડ્યાં હોય તો તેને અંગલુંછણાથી સ્વચ્છ કરવાનો ખાસ ઉપયોગ રાખવો. પંચધાતુના પ્રભુજીને સુંદર અંગરચના થઈ ગઈ હોય તો પછી તેને નવાંગી પૂજા કરવાનો આગ્રહ રાખવો ઉચિત નથી. પ્રભુજીની પૂજામાં સારા, સુંગધવાળા, તાજા જમીન પર નહીં પડેલાં, અખંડ પુષ્પો જ ચઢવવાં, પુષ્પની પાંદડીઓ છૂટી કરયા નહીં કે પુષ્પો વીંધાય નહીં અને પુષ્પો વીંધીને માઓળા પણ બનાવાય નહીં. પુષ્પોને ક્યારેય પાણીથી ધોવા જોઈએ નહીં, કારણ કે ધોવાથી પુષ્પોમાં રહેલ સૂક્ષ્મ જીવોની વિરાધના થાય છે. પ્રભુજીનું મુખ કે અંગ ઢંકાઈ જાય કે બીજાને પૂજા કરવામાં તકલીફ ન પડેતેવી રીતે વિવેકથી પુષ્પ ચડાવવા જોઈએ.

દેવ-દેવીઓની ભક્તિ કરતાં….

દેવી-દેવીઓ આપણા સાધર્મિકો છે. માટે તેમને અંગુઠાથી બહુમાનપૂર્વક કપાળે એક તિલક જ કરવાનું હોય છે. તેમના દરેક અંગ કે ફણામાં પૂજા કરવાની વિધિ નથી. તેમને બે હાથ જોડી પ્રણામ કરવાના છે.
તેમને ખમાસમણ દેવાય નહીં કે ચોખાનો સાથિયો કરવાની જરૂર નથી.
ભગવાની કરતાં દેવ-દેવીની વધારે પૂજા-ભક્તિ કરવી તે ઉચિત ન કહેવાય.
પરમાત્માની આશાતના કહેવાય. શાસનરક્ષાદિના વિશેષ પ્રસંગે ગીતાર્થ ગુરૂભગવંતના માર્ગદર્શનાનસુરા કરાય.

અષ્ટમંગલની પાટલી માંગલિકરૂપે પ્રભુ સન્મુખ રખાય છે.
તેને સ્વસ્તિકની જેમ આલેખવાના છે. તેની કેસરથી પૂજા કરવાની કોઈ વિધિ નથી. એટલે કેસરથી તે-તે આકૃતિ આલેખી રહ્યા છો તેવા ભાવથી કેસરની પૂરવણી કરાય.

પૂજા કર્યા પછી ગભારાની બહાર નીકળતાં અને જિનાલયમાં દરેક જગ્યાએ પ્રભુજીને પુંઠ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.
પૂજાના વસ્ત્રોથી થાળી-વાટકી સાફ કરવા નહીં, શરીરનો પસીનો કે હાથ લુંછવા તે આશાતના કહેવાય.

સાથિયો કરવાની વિધિ…

અક્ષત પૂજામાં ચોખા લીધા બાદ પહેલાં સિદ્ધશિલાની ઢગલી…
પછી દર્શન-જ્ઞાન-ચારિત્રની ઢગલી અને છેલ્લે સાથિયાની ઢગલી કરવી. આલેખન કરવામાં પહેલાં સાથિયો અને છેલ્લે સિદ્ધશિલા કરવી.

નૈવૈદ્ય પૂજામાં પીપરમેંટ, ચોકલેટ, બજારની મીઠાઈ કે અભક્ષ વસ્તુ મૂકવી ઉચિત નથી.

અક્ષત નૈવેદ્ય કે ફળપૂજામાં એકવાર ચઢાવેલ અક્ષત, સાકર, બદામ કે નારિયેળ વિ. વસ્તુ બીજીવાર પૂજાની ઉપયોગમાં કે ખાવાના ઉપયોગમાં લેવાય નહીં.

સાથિયો કરવાની ક્રિયા અને ચૈત્યવંદન સાથે કરાય નહીં.
બે ક્રિયા ભેગી કરવાની ડહોળાઈ જાય અને ક્રિયાનું હાર્દ જળવાય નહીં.

આ પણ વાંચો : વર્ષીતપ ઉપવાસ કેમ કરવામાં આવે છે? જાણો વર્ષી તપ એટલે શું?

ચૈત્યવંદન કરતાં સમયે….

ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી નિસીહિ દ્વારા તમામ દ્રવ્યપૂજાની ત્યાગ કરવાનો છે. માટે ચૈત્યવંદન કરતાં સમયે કોઈ આપણો પાટલો લઈ કે સાથિયો ભૂંસી કાઢે તો તેમને રોકવા નહીં. ચૈત્યવંદન પૂર્ણ થાય ત્યાં સુધી પાટલો આપણી સામે કે સાથે જ રહે તે જરૂર નથી.

ચૈત્યવંદન કરતાં સમયે પચ્ચક્ખાણ લેવું નહીં, તેમ ગુરૂભગવંત સ્તુતિ કે ચૈત્યવંનદ વિધિ કરતાં હોય ત્યારે તેમની ભક્તિમાં ખલેલ પાડી પચ્ચખાણ માંગવું નહી.

શું આપ જાણો છો….?

પ્રભુજીના અંગ પરથી કેસર ઉતારવું…. અંગલુંછણાથી શુદ્ધિ કરવી..દેરાસરમાં કાજો લેવો…થાળી-વાટકી સાફ કરવા…પાટલા વિ. ઉપકરણો વ્યવસ્થિત મૂકવાપણ પ્રભુજીની ભક્તિરૂપ જ છે. તે કાર્યો જાતે કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે અને ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે આવાં ઉત્તમ પ્રભુ સેવાનાં કાર્ય કરવામાં સંકોચ રાખવો નહીં. પરમાત્માનું ન્હવણ જલ પવિત્ર હોવાથી લેતી વખતે તેનાં ટીપાં જમીન પર ન પડે તેની કાળજી રાખવી. ન્હવણના વાટકામાં પાંચેય આંગળી ન બોળતાં એક કે બે આંગળીથી ન્હવણ જલ પાત્ર એક જ વખત લેવું. ન્હવણ જલ નાભિથી ઉપરના ભાગ પર લગાડવું.

બહેનો માટે વિશેષ સૂચના…

પ્રભુદર્શન અને પૂજન કરતાં સમેય બહેનોએ અવશ્ય માઠું ઢાંકવું જ જોઈએ. વસ્ત્રો પણ આપણી સંસ્કૃતિને છાજે તેવાં જ પહેરવા જોઈએ. મર્યાદાવાળા વસ્ત્રોમાં પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ અને વિનયભાવ પ્રગટે છે. અંગોપાંગ દેખાય તેવાં પારદર્શી વસ્ત્રો કે બીજાને અશુભાવ ઉત્પન્ન થાય તેવા ભડક કલરના કે ટાઇટ વસ્ત્રો પહેરીને દેરાસર આવવું ઉચિત નથી. પૂજાનાં વસ્ત્રો શરીર પરથી ઉતાર્યા પછી ગમે ત્યાં ગમે તે વસ્ત્રોની સાથે મુકવાથી તથા બીજા વસ્ત્રો સાથે ધોવાથી અપવિત્ર બની જાય છે. માટે અલગ રાખવા તથા અલગ ધોવા જોઈએ. પૂજાનાં વસ્ત્રો દરરોજ અને તે શક્ય ન હોય તો જેમ બને તેમ વહેલાં ધોતાં રહેવું જોઈએ, જેથી તે સ્વચ્છ અને પવિત્ર રહે.

પ્રભુની પૂજા એ પ્રભુ માટે નથી, પણ અનાદિ કાળથી વિસરાયેલા આપણા આત્મસ્વરૂપની પ્રતીતિ, અનુભૂતિ અને પ્રાપ્તિ માટે છે. પ્રભુ માત્ર દર્શનીય નથી, પ્રભુ તો પૂજનીય પણ છે. પૂજનીય પ્રભુના માત્ર દર્શન કરી સંતોષ માનવો એ પણ એ જાતની ઉપેક્ષા કહેવાય. માટે જ જે ભાગ્યશાળીઓ માત્ર દર્શન કરી સંતોષ માને છે, તેમણે વહેલામાં વહેલી તકે પ્રભુ પૂજાની શરૂઆત કરી દેવી જ જોઈએ.

Related posts

Sparsh Mahotsav GMDC | મોહન ભાગવતે પદ્મભૂષણ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબના આર્શીવાદ લીધા

admin

સ્પર્શ મહોત્સવ 2023 | ભૌતિકતાનો સદુપયોગ માટે વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

admin

ભાડાના ઘરમાં રહો ને પોતાના ઘરમાં રહો કેટલો ફરક? શ્રીપાળ કથા – પ્રવચન PART 07

admin

Leave a Comment