ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સ માટે એક નવું ફીચર લાવવાની યોજના બનાવી રહી છે. કંપનીએ આ ફીચરની પણ જાહેરાત કરી છે. કંપની ઈન્સ્ટા ક્રિએટરો માટે 90 સેકન્ડ રીલ સહિતની નવી સુવિધાઓ રજૂ કરવાની તૈયારી રાખી છે. ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે, હવે રીલ્સનો સમય વધારીને 90 સેકન્ડ કરવામાં આવી રહી છે. જેનાથી રીલ્સ બનાવતાં યુઝર્સને રીલ બનાવવા માટે પહેલાથી વધારે સમય મળતાં પોતાના મંતવ્યો વધુ સારી રીતે વ્યક્ત કરવાની તક મળે છે. ત્યારે કંપનીએ એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું કે, “તમારી પાસે હવે તમારા વિશે વધુ શેર કરવા માટે વધુ સમય હશે. આ ઉપરાંત, પડદા પાછળ, તમારી પાસે તમારી સામગ્રીની ઘોંઘાટ બતાવવા માટે વધુ સમય હશે.” ઉપરાંત ઇન્સ્ટાગ્રામે એ પણ કહ્યું કે, યુઝર્સ હવે તેમનો ઓડિયો સીધો ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં આયાત કરી શકશે. આ સાથે ઈન્સ્ટા ક્રિએટરો તેમના કેમેરા રોલમાં ઓછામાં ઓછી 5 સેકન્ડ લાંબી હોય તેવા કોઈપણ વિડિયોમાંથી કોમેન્ટ્રી અથવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઈમ્પોર્ટ ઑડિયો સેવાનો ઉપયોગ કરી શકશે.
ઈન્ટાગ્રામએ 90 સેકન્ડ રીલ બનાવાનાં ફિચર ટેમ્પલેટ્સ લોન્ચ કર્યા છે. જેમાં યુઝર્સને અન્ય ટેમ્પ્લેટ્સનો ઉપયોગ કરીને સરળતાથી રીલ્સ બનાવવાની મંજૂરી આપે છે. તે ઑડિઓ અને ક્લિપ પ્લેસહોલ્ડર્સને પ્રી-લોડ કરે છે. તેથી બધા યુઝર્સને તેમની પોતાની અન્ય ક્લિપ્સ ઉમેરવા અને ટ્રિમ કરવામાં મદદ કરે છે. કંપનીએ એમ પણ કહ્યું કે, તે ટૂંક સમયમાં જ યુઝર્સને તેમના દર્શકો સાથે જોડાવા અને રીલ્સ પર મનોરંજન કરવા માટે નવી રીતો રજૂ કરશે અને તેમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.