Ahmedabad માં બનશે ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)નું લુલુ ગ્રુપ કરશે 3,000 કરોડનું રોકાણ શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે. Ahmedabad માં આગામી દિવસોએ ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ બનશે તેવું સામે આવ્યું છે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ ગુજરાતમાં આવવાની તૈયારી કરી રહ્યું છે.
યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપના માર્કેટિંગ અને સંપર્ક વિભાગના ડિરેક્ટર વી નંદકુમારે જણાવ્યું હતું કે, તમામ આધુનિક સુવિધાઓ સાથે રૂ. 3,000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે. તેમણે કહ્યું કે કોચી (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે. સાથે નંદકુમારે જણાવ્યું હતું કે, આનાથી રાજ્યમાં 6,000 લોકોને પરોક્ષ રીતે 12,000થી વધુ લોકોને રોજગારી મળશે. આ પ્રોજેક્ટના નિર્માણ માટે જમીન સંપાદન અંગેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને આવતા વર્ષની શરૂઆતમાં આ મેગા શોપિંગ મોલનો શિલાન્યાસ કરવામાં આવશે.
ભારતનાં સૌથી મોટાં શૉપિંગ મૉલમાં શું-શું હશે?
Ahmedabad નાં શોપિંગ મોલમાં 300થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હશે. તેમાં 3,000 લોકોની ક્ષમતા સાથે મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટ, IMAX સાથે 15-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ, બાળકો માટેનું દેશનું સૌથી મોટું મનોરંજન કેન્દ્ર અને અન્ય ઘણા આકર્ષણો હશે. તાજેતરમાં દુબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યુએઈ રોડ શો દરમ્યાન લુલુ ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલનું રૂ. 3,000 કરોડનું રોકાણ તેનું પરિણામ છે.