ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, મુંબઈમાં સપ્ટેમ્બર 2023માં જ્યારે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના સત્ર દરમિયાન તેના સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે. આ સાથે અનુરાગ ઠાકુરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ની કેન્દ્ર સરકાર દ્વારા ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દાવેદારીને સમર્થન આપશે. જેમાં વિશ્વ સ્તરીય રમતગમતના માળખાની યજમાની કરતું શહેર ગુજરાતનું અમદાવાદ હશે.
ઓલિમ્પિક 2028 અથવા 2032 માટે યજમાની કરવાના દેશો નક્કી થયા હોવાથી ભારત ઓલિમ્પિક 2028 અથવા 2032 માટે બિડ કરી શકશે નહીં. આ ઉપરાંત વાત કરીએ તો, ગુજરાતમાં તાજેદરમાં નેશનલ ગેમ્સનું આયોજનવ કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતે નેશનલ ગેમ્સની 36મી આવૃત્તિનું આયોજન 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર 2022 દરમિયાન કર્યું હતું.