ઓસ્ટ્રેલીયાને પોતાની સ્પિનિંગથી નચાવી શકે છે.
દિલ્હીની પીચ પર ઓસ્ટ્રેલીયાને તબાહ કરશે ટીમ ઇન્ડીયા!
ભારતે પહેલી ટેસ્ટ જીતીને કાંગારુંને બતાવી દીધું કે ભારતને ઓછું આંકવાની ભૂલ તેમના પર કેટલી ભારે પડી છે. ભારત તરફથી પહેલા બોલરોએ અને તે પછી બેટ્સમેનોએ ઓસ્ટ્રેલીયાને પહેલી ટેસ્ટમાં વાપસીનો કોઈ મોકો ન આપ્યો. બીજી બાજુ ઓસ્ટ્રેલીયા બીજી ટેસ્ટમાં વાપસી કરવા માંગે છે. ઓસ્ટ્રેલીયા ટીમમાં શ્રેષ્ઠ બેટ્સમેન અને બોલરો છે જેના દમ પર ટીમ વાપસી કરી શકે છે.
ક્યાં અને ક્યારે જોઈ શકો છો મુકાબલો
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલ ચાર ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં 17 થી 21 ફેબ્રુઆરીનાં વચ્ચે યોજાશે. મેચ સવારે 9 વાગ્યે શરુ થશે તમે આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અથવા ,ડિજ્ની પ્લસ હોટસ્ટાર પર લાઈવ જોઈ શકો છો.
બંને ટીમના ખેલાડીઓ
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રાવિન્દ્રા જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનાદકટ. સુર્યકુમાર યાદવ.
ઓસ્ટ્રેલીયા : પેટ કમીંસ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેંડ, એલેક્સ કેરી, કેમરન ગ્રીન, જોશ હેજલવુડ, પીટર હેન્ડસકોમ્બ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશાને, નાથન લિયોન, લાંસ મોરીસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનર્શા, સ્ટીવ સ્મિથ, મીચેલ સ્વેપસન, ડેવિડ વાર્નર.
ક્યાંં રમાશે આ મેચો
પહેલી ટેસ્ટ મેચ, 9-13 ફેબ્રુઆરી, સવારે 9:30 વાગ્યે, નાગપુર
બીજી ટેસ્ટ મેચ, 17-21 ફેબ્રુઆરી, સવારે 9:30 વાગ્યે, દિલ્હી
ત્રીજી ટેસ્ટ મેચ , 1-5 માર્ચ, સવારે 9:30 વાગ્યે, ઈંડોર
ચોથી ટેસ્ટ મેચ, 9-13 માર્ચ, સવારે 9:30 વાગ્યે, અમદાવાદ