બોલીવૂડના મહાન એક્ટર Pankaj Tripathi ની પત્ની મૃદુલા ત્રિપાઠી ફિલ્મ ક્ષેત્રે ડેબ્યૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે Pankaj Tripathi ની આવી રહેલી ફિલ્મમાં મૃદુલ ત્રિપાઠી ડેબ્યૂ કરતાં જોવા મળશે. આગામી દિવસોમાં રિલીઝ થવાં જઈ રહેલી ફિલ્મ “શેરદિલઃ ધ પીલીભીત સાગા” થી મૃદુલ બોલીવૂડમાં એન્ટ્રી મારશે. આ બાબતની સમગ્ર માહિતી Pankaj Tripathi એ પોતે જ જાણકારી શેર કરી હતી. આમ મૃદુલ ત્રિપાઠી આ આગામી ફિલ્મમાં એક મહત્વના રોલમાં દર્શકોને જોવા મળશે.
વિશેષમાં Pankaj Tripathi એ પોતાની પત્નીની ફિલ્મી જગતમાં એન્ટ્રીને લઈને જણાવ્યું હતું કે, મૃદુલને આ ફિલ્મમાં સુંદર બંગાળી સાડી પહેરવાનો મોકો મળતો હોવાથી તેણે ફિલ્મની ઓફર મળતાની સાથે તેનો સ્વીકાર કર્યો હતો. બીજું, મજાક કરવાની સાથે કહેલું કે, આ એક સરળ ઓફર હતી. જોકે, Pankaj Tripathi કહ્યું કે, મૃદુલાને આ ફિલ્મ માટે કોઈ ફી ચૂકવવામાં આવી નથી.