આગામી ફિલ્મ Jawaan નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં શાહરુખ ખાન જોવા મળ્યો હતો. આ ફિલ્મ આવતા વર્ષના 2 જૂન મહિનામાં રિલીઝ થશે. આવતા વર્ષે શાહરુખ ખાનની સૌપ્રથમ ફિલ્મ ‘પઠાન’ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. આ પછી તેની અન્ય એક ફિલ્મ ‘ડંકી’ 22 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આવામાં શાહરુખની ત્રીજી ફિલ્મ Jawaan નું પણ ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે.
Jawaan ફિલ્મના લોન્ચ કરાયેલ ટીઝરમાં શાહરુખ ઈજાગ્રસ્ત હાલતમાં નીહાળવા મળે છે. જેમાં તેના ચહેરા, માથાના ભાગ અને હાથની જગ્યાએ પટ્ટીઓ મારેલી જોવા મળે છે. જેમાં સ્પષ્ટ જણાય છે કે આ એક એક્શન પેક્ડ ફિલ્મ છે. મળતી માહિતી પ્રમાણે, શાહરુખ તેની આ ફિલ્મમાં ડબલ રોલમાં પાત્ર ભજવશે. આ સાથે સાઉથ એક્ટ્રેસ નયનતારા ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરના રોલ કરતાં અને સાન્યા મલ્હોત્રા પણ મહત્વની ભૂમિકા ભજવતાં જોવા મળશે. બીજું એ કે, આ ફિલ્મ હિંદીની સાથે સાથે અન્ય ચાર ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ઉપરાંત આ ફિલ્મ શાહરુખની કંપની રેડ ચિલીઝ દ્રારા પ્રોડ્યૂસ કરવામાં આવશે.