અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર આવેલા ઓગણજ નજીક 600 એકરની વિશાલ જગ્યામાં પ્રમુખ સ્વામી ભગવાનની જન્મ શતાબ્દીની નિમિત્તે એક ભવ્ય મહોત્સવનું યોજવામાં આવ્યો છે. આ મહોત્સવ એક મહિના સુધી ચાલુ રહેશે. ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો ગઈ છે. ત્યારે મહોત્સવની વિશેષ જાણકારી મેળવીએ.
- આ મહોત્સવ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે.
- દર્શનાર્થીઓને રોજ બપોરે 2થી રાત્રીના 9 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે.
- રવિવારના દિવસે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે.
- એસ.પી. રીંગ રોજ પર ભાડજથી ઓગણજ વચ્ચે તૈયાર કરવામાં આવેલ આ નગરમાં પ્રવેશ માટે દરેક દિશામાં એક એટલે કુલ સાત દ્વાર રાખવામાં આવ્યા છે.
- પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં તમામ દર્શનાર્થીઓને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.