રાજકોટના રૈયા રોડ પરના સુભાષનગરમાં રહેતા હેતલબહેન છેલ્લા બે વર્ષથી પિયરમાં રહે છે. હેતનબહેને અમદાવાદના મણીનગરમાં રહેતા જીજ્ઞેશ ભટ્ટ સાથે 2018માં લગ્ન કર્યા હતા. તેના આ બીજા લગ્ન હતાં. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન એક દિવસ પણ તેમનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો ન હતો. આમ લગ્ન થયાં ચાર જ દિવસમાં હેતલબહેનના સાસરિયા પક્ષે કહ્યું કે, અમારી જ્ઞાતિમાં 35 લાખ કોઈ છોકરી આપે નહીં તો અમે લોકો એવી છોકરીને ઘરમાં પણ પણ મુકવા દેતા નથી. ઉપરાતં બંને નણંદો દ્વારા અવાર નવાર દેહજ અને કરીયાવર બાબતે બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા. પતિ પણ “આ ઘરમાં રહેવું હોય તો મારી બહેનો કહે એમ કરવું જ પડશે, નહીંતર પિયર જતી રહે” તેમ કહી ત્રાસ આપતા હતા. હેતલબહેનના આ બીજા લગ્ન હોવાથી ત્રાસ કહન કરતી હતી.
આમ અવાર નવાર સાસરીય દ્વારા ત્રાસ આપવામાં આવતા ઘર છોડી હેતલબહેન પોતાના પિયર જતા રહ્યાં હતા. આ બાદ પતિ ઘરજમાઈ તરીકે તેના સાથી રહેવા આવાત તેઓ ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. ત્યાં પણ પતિએ ત્રાસ આપવાનું ચાલુ રાખી તેને ઘરમાંથી કાઢી મુકી હતી. આખરે હેતલબહેને કંટાળીને પતિ સહિત રીટબહેન ભટ્ટ, તૃપ્તિબહેન અને ભાણેજ કૃપા સામે શારિરીક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.