આજે મોટા ભાગની પૈસાની લેવડદેવડ ઓનલાઈન માધ્યમ થકી કરવામાં આવે છે. તેવામાં ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા માટે કેટલાંય એપ્લિકેશન બજારમાં છે. ત્યારે ગુગલ પે, ફોન પે, પેટીએમ જેવા માધ્યમ થકી ઓનલાઈન પૈસા ટ્રાન્સફરનું ચલણ વધ્યું છે. ડિજિટલ વૉલેટ પ્લેટફોર્મ અને ગુગલ પેના માધ્યમથી ઑનલાઇન ચુકવણીની પ્રક્રિયા વધી છે. ત્યારે ગુગલ પેના વપરાશકર્તાને ઇન-એપ અને ટેપ-ટુ-પે ખરીદી સરળ બની છે. તેવામાં કોઈપણ ખરીદ વેચાણની પ્રવૃતિમાં ઓનલાઈન પેમેન્ટનું ચલણ વધ્યું છે. જેના દ્રારા નાણાં મોકલવા- લેવા, ફોન રિચાર્જની સાથે અન્ય રિચાર્જની સુવિધા વગેરે તેમાં ઉપલબ્ધ છે.
Google Pay ની મર્યાદા :
Google Pay ભારતમાં વ્યવહારો કરવા માટે જેનેરિક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) API કૉલ્સને સપોર્ટ કરે છે. તેથી જ્યારે તમે તમામ UPI એપ્લિકેશન પર એક દિવસમાં 1,00,000 થી વધુ વ્યવહારો કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે Google Payની દૈનિક મર્યાદાને ઓળંગો છો. આ તમને બધી UPI એપ્સ પર દિવસમાં 10 થી વધુ વખત પૈસા મોકલતા અટકાવે છે. કારણ કે એક દિવસની મર્યાદા 1 લાખની છે. એક દિવસમાં 1 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન થઈ શકે નહીં. આ સિવાય બેંક લિમિટ પણ છે. તમે તેને જાતે સેટ કરો. આ રકમ પછી તમે કોઈને પૈસા મોકલી શકતા નથી અથવા ચુકવણી કરી શકતા નથી. આ મર્યાદાઓ બેંક અનુસાર બદલાય છે.
લિમિટ ખતમ થઈ ગયા પછી પણ પેમેન્ટ કરો :
જો તમારી એક દિવસની લિમિટ ખતમ થઈ ગઈ હોય અને તમારે તાત્કાલિક પેમેન્ટ કરવું હોય અને તમે બીજા દિવસની રાહ જોવા નથી માંગતા તો તમે બીજી પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમે નેટ બેન્કિંગનો સહારો લઈ શકો છો.