જમવામાં અલગ-અલગ વેરાઈટીની વાગનગીઓ ખાવાનાં લોકો ઘણાં શોખીન હોય છે. ત્યારે લોકોને સુદ્ધ અને કેલેરીયુક્ત ખોરાક ખાવાનાં આગ્રહી થયાં છે. તેવામાં સરગવાનું શાક ખાવાથી ઘણાં બધાં ફાયદાઓ થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારનાં લોકો ભરેલી સરગવા ની સીંગનું શાક ખાવાનાં વધુ આગ્રહી હોય છે. ઘણાં એવા લોકોને સરગવા ની સીંગનું શાક કઈ રીતે બનાવવાનું અને તેને વ્યવસ્થિત બનાવવાની રીત જાણતા ન નથી. ત્યારે આવા ચાહકોને ભરેલી સરગવા ની સીંગનું શાક બનાવવાની રીત વિશે જણાવીએ.
ભરેલી સરગવા ની સીંગનું શાક બનાવવાની રીત :
- સૌ પ્રથમ સ્ટફિંગ બનાવા માટે એક બાઉલમાં શેકેલા સીંગદાણાનો ભૂક્કો, કાજુનો ભુક્કો, ચણાનો લોટ,લસણની પેસ્ટ, ગોળ, મીઠું, ધાણાજીરુ, હળદળ, સમારેલી કોથમીર, લાલ મરચુ પાવડર, અને તેલ ઉમેરી મીકસ કરી લો.
- પછી બાફેલી સરગવાની સીંગમાં વચ્ચેથી સીધા ભાગમાં કાપા પાડી દો.
- ત્યારબાદ તેમાં સ્ટફિગ ભરી લો. અને બાકી રહેલા સ્ટફિગમાં છાશ ઉમેરી મિકસ કરી લો.
- હવે કઠાઇમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થયા બાદ રાઇ, જીરુ, અને હીંગ ઉમેરો.
- પછી ભરેલા સરગવાની સીંગ ઉમેરો.
- ત્યારબાદ સ્ટફિંગ ઉમેરેલી સીંગ કડાઇમાં ઉમેરો.
- ત્યારબાદ કડાઇમાં સ્ટફિંગ અને છાશનુ મિશ્રણ ઉમેરી થોડી વાર ચળવા દો.
- ફરીથી થોડી છાશ ઉમેરી ચળવા દો.
- ત્યારબાજ સર્વિગ પ્લેટમાં કાઢી સર્વ કરો.
- તો તૈયાર છે ભરેલી સરગવા ની સીંગનું શાક.
ભરેલી સરગવાની સીંગનું શાક બનાવવા માટે જોઇશે :
- સરગવાની સીંગ – 5 થી 6 નંગ મીઠુ- સ્વાદઅનુસાર
- છાશ- 1 ગ્લાસ તેલ- 2 ચમચી
- ચણાનો લોટ- 2 ચમચી હીંગ- પા ચમચી
- શેકેલા સીગનો ભૂક્કો – 3 ચમચી
- કાજુનો ભૂક્કો- 2 ચમચી
- લસણની પેસ્ટ- 1 ચમચી
- ગોળ- 2 ચમચી
- સમારેલી કોથમીર- 1 ચમચી
- ધાણાજીરુ- 2 ચમચી
- હળદળ- ½ ચમચી
- રાઇ- ½ ચમચી
- જીરુ- ½ ચમચી