December 18, 2024
Jain World News
FashionLife Style

વાળને હંમેશાની માટે સ્ટ્રેટ અને ચમકદાર બનાવાનાં ઘરેલું ઉપાયો

દરેક વ્યક્તિ પોતાના સુંદર દેખાવા માટે અનેક ઘરેલું ઉપાયો ને અનુસરતા હોય છે. આમ પછી ભલે તે છોકરી હોય કે છોકરો. જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારા બાહ્ય દેખાવની સાથે માથુ વ્યવસ્થિત ઓળવેલું છે કે નહિ તેના પર વધુ ધ્યાન આપો છો. આમ દરેકની અલગ અલગ હેરસ્ટાઈલ હોય છે. અને પોતાની Favorite Hairstyle અપનાવતાં હોય છે. ત્યારે છોકરીઓની ઓલટાઈમ Favorite Hairstyle કહિએ તો એ સ્ટ્રેટ વાળ રાખવા તે છે. સ્ટ્રેટ વાળ રાખવા માટે છોકરીને અનેક ટીપ્સ અપનાવતી હોય છે. આમ કેટલીક છોકરીઓ હંમેશાની માટે પોતાના વાળ સ્ટ્રેટ કરાવવા માટે મોટી એવી રકમ પણ ખર્ચે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, કોઈપણ પ્રકારની કેમિકલ હીટિંગ ટ્રીટમેન્ટ વાળને નુકસાન પહોંચાડી શકે છે. આમ તમારા બહાર નીકળતાં સૂર્યના યુવી કિરણો તમારા વાળમાં હાજર રસાયણો પર પડતાંની સાથે જ તેની અસર બતાવાનું શરૂ કરી દે છે.

વાળને હંમેશાની માટે સીધા અને ચમકદાર બનાવાનાં અમુક ઘરેલું ઉપાયો :

  • એરંડા અને ગરમ નાળિયેર તેલ વાળનો માસ્ક

એરંડા અને નાળિયેરનું તેલ એક બાઉલમાં ભેગું કરીને તેને 10 સેકન્ડ માટે ગરમ કરવા દો. ત્યારપછી તેને તમારા માથામાં લગાવીને તમારા માથાને 30 મિનિટ સુધી ગરમ ટુવાલથી ઢાંકીને રાખો. અંતે તમારા વાળમાં શેમ્પુ લગાવીને ઠંડા પાણીથી માથુ ધોઈ નાખવું.

  • નાળિયેર પાણી અને લીંબુનો રસ

રાત્રે સુવાના સમયે નારિયેળ પાણી અને લીંબુ પાણીનો રસ મિક્સ કરી દેવું. પછી સવારે તે રસને માથામાં છેક મૂળ અને સુધી લગાડી 30 મિનિટ માટે તે એમજ રહેવા દો. આ બાદ ઠંડા પાણીની મદદથી હળવા શેમ્પુ દ્રારા માથાને ધોઈ લેવું. આમ આ રીતે તમે અઠવાડિયામાં હેર માસ્ક કરશો તમારા વાળ સીધા થશે.

  • એલોવેરા વાળનો માસ્ક

માથાનાં વાળને સીધા કરવા માટે એલોવેરા ઘણું મદદરૂપ થાય છે. જેમાં એલોવેરા જેલને ગરમ નારિયેળ અથવા ઓલિવ તેલ સાથે મિક્સ કરવું. ત્યારબાદ આ મિશ્રણને તમારા વાળમાં લગાવો અને લગભગ 40 મિનિટ સુધી એમ જ રહેવા દેવું. આ પછી વાળને ઠંડા પાણીથી ધોઈ લેવું. ત્યારબાદ વાળને ફરીથી સલ્ફેટ ફ્રી શેમ્પૂથી ધોઈ લેવું.

Related posts

કુંવારા છોકરા Stress સહન ન કરી શકતાં હ્રદયરોગ નાં બન્યાં દર્દી

admin

વાળ ધોવા નાં બે કલાક પહેલા લગાવો તેલ, થશે અનેક ફાયદા

admin

વૃદ્ધ ચહેરાને ફરીથી યુવાન બનાવી મેળવો જબરદસ્ત સુંદરતા

admin

Leave a Comment