-
નવરાત્રીનું આયોજન થતાં પાર્ટી પ્લોટ, ક્લબ કે ફાર્મ હાઉસમાં ફરજિયાત સિક્યુરિટી ગાર્ડ અને CCTV કેમેરા રાખવા
સમગ્ર ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ગૃહમંત્રી Harsh Sanghavi દ્વારા નવરાત્રીને લઈને જરૂરી સૂચના આપવામાં આવી છે. આ સાથે નવરાત્રીમાં ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો પર ખેલૈયાઓનું ધ્યાન પણ ખેચ્યું હતું.
આગામી તા. 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રીમાં ઢોલના તાલે જુમવા અમદાવાદમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનનો હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં નવરાત્રીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ થકી માહિતી આપી હતી કે, નવરાત્રીના 9 દિવસ સુધી રાત્રીના 12 વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબાનો આનંદ માણી શકશે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ લાઉડ સ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તેવામાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં થતાં ગરબાના આયોજનમાં ખેલૈયાઓએ પોતાના વાહન પાર્કિંગની જવાબદારી જાતે જ ઉઠાવવી પડશે. ઉપરાંત જો તમારુ વાહન નો પાર્કિંગમાં પાર્ક કર્યું હશે તો પોલીસ દ્વારા ટોઇન્ગ કરવામાં આવશે. આ સાથે નવરાત્રીનું આયોજન થતાં પાર્ટી પ્લોટ, ક્લબ કે ફાર્મ હાઉસમાં ફરજિયાત પણે સિક્યુરિટી ગાર્ડ અને CCTV કેમેરા રાખવા આવશ્યક રહેશે.