April 19, 2025
Jain World News
FeaturedNewsPolitical

Himachal Pradesh Election : 68 વિધાનસભા બેઠક માટે આજે હિમાચલ પ્રદેશમાં મતદાન

હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા સીટો માટે મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે મતદાન માટે કુલ 7884 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આમ સાંજના 5:30 વાગ્યા સુધી મતદાન ચાલશે. આ સાથે PM મોદીએ મતદારોને મતદાન કરવા અપીલ કરી છે. હિમાચલના લગભગ 55 લાખથી વધુ મતદારો આજે ​​412 ઉમેદવારોના ભાવિનો નિર્ણય EVMમાં કેદ કરશે.

PM મોદીએ મતદારોને મતદાન કરવા કરી અપીલ :

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૂથની મુલાકાત લઈને મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે, ‘આજે હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. હું દેવભૂમિના તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.’

CM જયરામ ઠાકુર અને તેમના પરિવારે મતદાન પહેલા કરી પ્રાર્થના :

હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા સીટો માટે મતદાન શરુ થયું છે. ત્યારે હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર તેમની પત્ની સાધના ઠાકુર અને પુત્રીઓ ચંદ્રિકા ઠાકુર અને પ્રિયંકા ઠાકુર, રાજ્યની વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન કરતા પહેલા પ્રાર્થના કરી.

કુલ 7884 મતદાન કેન્દ્રો :

હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે 8 વાગ્યાથી મતદાન શરુ કરી દેવામાં આવ્યું છે. આમ મતદાન માટે કુલ 7,884 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિશેષમાં જણાવીએ તો, અંતરિયાળ વિસ્તારોમાં ત્રણ પૂરક મતદાન મથકોનો સમાવેશ થાય છે. જેમાંથી 789 સંવેદનશીલ અને 397 અતિસંવેદનશીલ મતદાન મથકો છે.

 

 

Related posts

તીર્થંકર પરમાત્માનાં 34 અતિશયો વિશે જાણો

admin

Abu Dhabi ની એક રેસ્ટોરન્ટમાં કસ્ટમરને મળ્યું ₹ 1.36 કરોડનું બિલ

admin

છ ગાઉની યાત્રા | છ ગાઉની પ્રદક્ષિણા કઈ રીતે કરી શકાય

admin

Leave a Comment