દરેક વ્યક્તિએ ખીર તો ચાખી જ હશે. ત્યારે હવે લોકો ખાણીપીણીના ખૂબ શોખીન છે. તેેવામાં લોકો અલગ અલગ નવી વેરાઈટી ખાવાનું પસંદ કરતા થયા છે. આજે હવે લોકોને સાદુ ખાવાનું ગમતું નથી. તેમાં પણ વધુ પડતા લોકો ફાસ્ટફૂડના આગ્રહી રહે છે. આમ એક વસ્તુની લોકો અલગ અલગ વેરાઈટી ખાવાનું વધુ પસંદ કરે છે. ત્યારે ખીર ખાતા લોકો માટે જાણવા જેવું, મખાણા ખીર કઈ રીતે બનાવાય તેના વિશે જાણીએ.
મખાણા ખીર બનાવવાની રીત :
- સૌ પ્રથમ એક વેસલમાં દૂધ ગરમ કરવા મુકો
- હવે બીજા એક પેનમાં ઘી લો અને મખાણા ઉમેરી તળી લો. ધીમે આચે તળીને બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં કાઠી લો.
- પછી ઘીમાં માવો ઉમેરી શેકી લો અને પ્લોટમાં કાઠી લો. ત્યારબાદ દુધ ઉકળે એટલે છેકેલો માવો અને દળેલી ખાંડ ઉમેરી થોડીવાર ચળવા દો.
- હવે તળેલા મખાણા ઉમેરી થોડી વાર ચળવા દો.
- પછી મખાણાની ખીરને સર્વિગ બાઉલમાં લઇ એલાઇચી પાવડર, ડાયફ્રુટની કતરણ અને કેસર નાખી સર્વ કરો તો, તૈયાર છે મખાણા ખીર
મખાણા ખીર બનાવવા જોઇશે આ વસ્તુ :
- દૂધ- 500 ગ્રામ
- ઘી- 1 બાઉલ
- મખાણા- 1 બાઉલ
- મોળો માવો- 1 બાઉલ
- દળેલી ખાંડ- 3 ચમચા
- એલાયચી પાવડર- જરુર મુજબ
- ડાયફ્રુટની કતરણ- 2 ચમચી
- કેસર-જરુર મુજબ