-
વાળ ધોવા નાં બે કલાક પહેલા તેલ લગાવવાથી શું થાય છે ફાયદા, જાણો
મોટાભાગના લોકો તેલથી બોડી મસાજ કરે છે. તેનાથી શરીર પર નિખાર આવે છે. જ્યારે વાળને સારા અને હેલ્દી રાખવા માટે પણ હેર ઓયલીંગને મહત્વ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો આને જરૂરી માનતા નથી અને નજર અંદાજ કરી દે છે. જણાવી દઈએ કે જ્યારે વાળ પર તેલ ન લગાવામાં આવે તો વાળ ખરાબ થઇ જાય છે અને વાળ તૂટવા લાગી જાય છે. એટલા માટે તમારા વાળને મજબૂત રાખવા માટે તેલ અવશ્ય લગાવવું જોઈએ. ઘણા લોકો રાત્રિના સમયમાં તેલ લગાવે છે અને બીજા દિવસે સવારે વાળને પાણીથી ધોઈ લે છે પરંતુ જો તમારી પાસે સમય નથી તો તમે વાળ ધોવા ના બે કલાક પહેલા પણ વાળમાં તેલ લગાવી શકો છો. ચાલો અમે અહીંયા તમને જણાવીએ વાળ ધોવાના બે કલાક પહેલા તેલ લગાવાવવાથી શું ફાયદા થાય છે.

હેર ફૉલ (hair fall) કંટ્રોલ થશે
જો તમે હેર વોશથી એક અથવા બે કલાક પહેલા વાળમાં તેલ લગાવો છો તો આનાથી તમારા હેર ફૉલ કંટ્રોલ થઇ જાય છે આવું એટલા માટે કે જો તમારા વાળ ખરી રહયા છે તો તમારા માટે વાળમાં તેલ લગાવવું ખુબ લાભદાયી હશે. તેલ નાખવાથી વાળ તૂટતા નથી અને વાળ કાળા અને ઘાટા બને છે. વાળમાં તેલ લગાવવાથી વાળ મજબૂત થાય છે. એટલા માટે વાળ ધોવાના બે કલાક પહેલા તેલ અવશ્ય લગાવો.
વાળને મળશે મજબૂતી
હાલના સમયમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ છે. ત્યારે લોકો વાળને ખરતા અટકાવવા માટે ઘણા બધા નુશ્ખાઓ અજમાવે છે. ઉપરાંત તેની પાછળ ઘણો બધો ખર્ચ પણ કરતા હોય છે. જ્યારે ઘણા બધા નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, વાળને ધોતા પહેલા તેલ લગાવવાથી તમારા વાળ મજબૂત બનશે સાથે જ સ્કેલ્પ બ્લડ સર્કુલેશન વધારી દે છે તેનાથી વાળ સ્ટ્રોંગ બને છે જેથી વાળ ઓછા ટુટે છે.
વાળનો ગ્રોથ વધશે
વાળ ધોવાના 2 કલાક પહેલા તેલ લગાવવાથી વાળમાં ગ્રોથ ઝડપથી વધવા લાગે છે. ઓયલીંગ કરવાથી સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશન તેજ થાય છે જેથી વાળનો ગ્રોથ ઝડપથી થાય છે.