IPL 2022 માં ગુજરાત ટાઈટન્સ ટીમ ભવ્ય વિજયી રહી હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનસીપ સાથે ગુજરાતની ટીમ પ્રથમ વખત આઈપીએલમાં એન્ટ્રી મારી હતી. અને તેની પ્રથમ સિઝનમાં તેણે ટ્રોફો હાંસિલ કરી હતી. અંતે ગુજરાતની ટીમે IPL 2022 ની વિજેતા ટીમનો ખિતાબ મેળવી લીધો છે.
અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 104859 પ્રેક્ષકોની હાજરીમાં રાજસ્થાન સામે રમાયેલ ફાયનલમાં ગુજરાતે ટ્રોફી જીતી હતી. ત્યારે ગુજરાત ટીમની આઈપીએલ ફાઈનલમાં વિજઈ થવા પાસે બોલર મોહમ્મદ શમીએ જણાવ્યું હતું કે, ટિમને વિજઈ બનાવવા માટે ટુર્નામેન્ટની વિવિધ મેચમાં અલગ અલગ ખેલાડિઓ આગળ આવ્યાં હતાં. બીજું કે, પ્રત્યેક ટીમમાં રહેલા સીનીયર ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરતાં હોય છે. પરંતું અમારી ટીમમાં નજર નાખતાં જણાશે કે, અમારી પ્રત્યેક મેચમાં નવા ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતાં. જેમાં તેઓએ પોતાના ધમાકેદાર પ્રદર્શનથી ટીમને ભવ્ય વિજયી બનાવી હતી.
ગુજરાતના વિજયમાં મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, શુભમન ગિલ, કેપ્ટન હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાશિદ ખાન, રાહુલ તેવાટિયા અને રિદ્ધિમાન સહા પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યાં હતાં. ગિલ, મિલર અને પંડ્યાએ બે વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

