-
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષાની તારીખ બદલવા આવેદનપત્ર આપ્યા
સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ દૂવિધામાં મુકાયા છે. ઘણા સમયથી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હાલ ચૂંટણીની કામગીરી પૂર્ણ થઈ છે તેવામાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનાં આયોજનને લઈને તારીખો જાહેર કરી છે. જેમાં જુનિયર ક્લાર્કની 8 જાન્યુઆરી અને તલાટની પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ યોજાવાની જાહેરાત કરી છે. બીજી તરફ GPSC ની પણ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે. જેમાં આગામી 8 અને 29 જાન્યુઆરીના રોજ GPSC ની પરીક્ષા યોજવામાં આવશે. તેવામાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ અને GPSC ની પરીક્ષાનું આયોજન એક તારીખે રાખવામાં આવતા પરીક્ષાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
તેવામાં પરીક્ષાની તારીખ બદલવા અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત પંચાયત પસંદગી બોર્ડને આવેદનપત્ર આપ્યું હતું. એક દિવસે બંને પરીક્ષાનું આયોજન થતાં વિદ્યાર્થીઓમાં મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે પરીક્ષાની તારીખ બદલવાની માંગ સાથે ઠેર-ઠેર વિદ્યાર્થી સંગઠન અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા જણાવી રહ્યાં છે.