June 24, 2025
Jain World News
Science & technology

બિલની ઝંઝટમાંથી મેળવો છુટકારો, આવી ગયું છે 4G વીજળી મીટર

ઉત્તરપ્રદેશમાં હાજર ઘરોમાં સ્માર્ટ 4G મીટર લગાવવાની કામગીરી જુલાઈથી શરૂ થશે. જેનાથી ગ્રાહકોને ઘણી સુવિધા મળશે. ઉત્તરપ્રદેશમાં જુલાઈ મહિનાથી ઘરોમાં 4G ટેક્નોલોજી આધારિત સ્માર્ટ વીજળી મીટર શરૂ કરવાની ઉત્તરપ્રદેશ સરકારે દાખવી છે. આ મીટર સામાન્ય મીટરથી તદ્દન અલગ છે. આમ જે ઘરોમાં હજુ પણ જૂની ટેક્નોલોજીવાળા વીજ મીટરો છે તેમને નવી ટેક્નોલોજીના આધારે અપડેટ કરી સ્માર્ટ મીટર બનાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર, હાલમાં સમગ્ર રાજ્યમાં જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં 12 મીટરો છે જેને સ્માર્ટ મીટરમાં રૂપાંતરિત કરવામાં આવશે.

એક વર્ષથી રાજ્યમાં કોઈ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું ન હોવાથી લોકો સમસ્યા ભોગવી રહ્યાં હતાં. ત્યારે ગ્રાહક પરિષદમાં જૂની ટેક્નોલોજી પર આધારિત વીજળી મીટરનો સતત વિરોધ કરી 4G ટેક્નોલોજી પર આધારિત સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની સતત રજૂઆત કરવામાં આવતી હતી. જ્યારે ગ્રાહક પરિષદ દ્વારા આ મામલો સતત ઉઠાવવામાં આવતો હોવાને ધ્યાનમાં રાખીને હવે ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશન અને કેન્દ્રીય ઉર્જા મંત્રાલય સ્માર્ટ 4જી પ્રીપેડ મીટર લગાવવા માટે સંમત થયાં છે. જેની સંપૂર્ણ પ્રક્રિયા જુલાઈમાં શરૂ કરવામાં આવશે.

4G સ્માર્ટ પ્રીપેડ મીટર કેવી રીતે કામ કરે છે :

સિમ કાર્ડના પોસ્ટપેડ પ્લાન સમાન 4G પ્રીપેડ મીટર કામ કરશે. જેમાં મીટરના વપરાશ કરતાંએ ચોક્કસ સમયગાળા માટે એક નિશ્ચિત ક્ષમતા અને નિશ્ચિત યુનિટ્સનાં પ્લાન રિચાર્જ કરાવવાનું રહેશે. જેથી વીજળીનું બિલ ભરવાની ઝંઝટનો હવે અંત આવશે. ઉત્તરપ્રદેશ સરકારે આ મીટરો લગાવવાનું સખત તૈયારી દાખવી છે. 4G પ્રીપેડ મીટર આવવાથી સમયસર વીજળી ચૂકવવામાં આવશે, જરૂરિયાત મુજબ રિચાર્જ કરાવવું પડશે, આવનારા સમયમાં વીજળી બિલમાં ઘટાડો થશે, વીજ ચોરીની સમસ્યા પર અંકુશ આવશે. આ ઉપરાંત વીજળી મીટર સાથે છેડછાડ કરવામાં આવશે નહીં.

Related posts

Smartphones ખતમ થવામાં જીવનના થોડાક જ વર્ષો બાકી!, Nokia નાં CEOએ કર્યો મોટો દાવો

admin

WhatsApp Admins માટે આવશે જોરદાર ફીચર, ગ્રૂપ ચેટને શેર કરવું થશે સિમિત

admin

Instagram Reels 90 સેકન્ડ માટે બનાવી શકાશે

admin

Leave a Comment