December 23, 2024
Jain World News
Life StyleYoga

કમરદર્દના લાંબા ગાળાના દુઃખાવાથી મેળવો રાહત

જીવનની ભાગદોડમાં માનવી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો છે. મોટાભાગના નોકરીયાત વર્ગ ઓફીસમાં બેસીને કામ કરતાં હોય છે. આમ સતત બેસી રહેવાથી કમરદર્દની સમસ્યા ઊભી થતી હોય છે. ઉપરાંત આખો દિવસ બેસી રહેવાથી અનેક બીમારી જન્મ લે છે. આથી વિપરીત છે કે, ઘણા સમય સુધી ઊભા રહેવાથી પણ કમરદર્દની સમસ્યા થાય છે. માટે કમરદર્દની સમસ્યા સામે રાહત મેળવવા અને કમરદર્દથી છૂટકારો મેળવવા માટે ક્યાં યોગ કરવા જોઈએ. આમ ક્યાં યોગ અને આસન કરવાથી કમરદર્દ માંથી છૂટકારો મેળવી શકશો તેનાં વિશે જાણકારી મેળવીએ.

ઉત્તાનાસન :

ઉત્તાનાસન હેમસ્ટ્રિંગ, સાથળ અને હિપ્સમાં ખેંચાણ ઊંભુ કરતા કમરના દુખાવમાં આરામ આપે છે. આ આસન કરવાથી શરીરનું ખેંચાણ પીઠ તરફ ફેલાઈ છે અને કરોડરજ્જુને લાંબુ કરે છે. આમ કરવાથી જાંઘ અને ઘૂંટણ મજબૂત થવાની સાથે સાથે થાક અને ચિંતામાં પણ ઘટાડો થાય છે.

કંધરાસન :

આ આસન કરવાની રીતમાં સૌપ્રથમ તમે સીધા સુઈ જાઓ. ત્યારાબાદ તમારા ઘૂંટણને થાપા પાસે લઈ જાઓ. પછી હાથને કમરની પાસે રાખો. ત્યારબાદ આ અવસ્થામાં જ થોડી વાર શ્વાસને રોકી રાખવું. બાદ, ધીમે ધીમે પહેલાની અવસ્થામાં રાખીને શ્વાસ છોડવો. આમ નિતક્રમે આ આસન દરરોજ 4 થી 5 વાર કરવું વધુ હિતાવહ રહેશે.

ભુજંગાસન :

ભુજંગાસન કરવા માટે સૌથી પહેલા ઊંધા સૂઈ જવું. ત્યારબાદ હાથની મદદથી શરીરના આગળના હિસ્સાને ધક્કો મારીને થોડાક ઊંચા થવું. હવે આગળ ધ્યાનમાં રાખવું કે, શરીરનો પાછળનો ભાગ જમીનને અડેલો જ રાખવો. આમ આ અવસ્થામાં 3 થી 4 મિનિટ રહેવું. આ આસન કરતી શરીરની માસ પેશીઓમાં ખેંચાણ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. આ બાદ શ્વાસ છોડવાની સાથે ધીરે ધીરે પહેલાની અવસ્થામાં આવવું.

આમ ઉપર પ્રમાણે દર્શાવેલ આસન કરવાથી કમર દર્દમાં રાહત મળે છે. અને નિયમિત આ આસન કરવાથી તેમાંથી કાયમ માટે છુટકાર મેળવી પણ શકાય છે. કમરથી પીડાઈ રહેલા લોકોએ આ આસન કરવા ખૂબ જ આવશ્યક છે. જેથી કમર દર્દમાં કાયમી રાહત મેળવવા માટે ઉપર પ્રમાણેનાં આસન કરવાથી તેમાંથી છુટકારો મળે છે.

Related posts

માનસિક રોગથી છુટકારો મેળવવા કરો આ યોગ

admin

તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે Morning Walk ખૂબ જ લાભદાયક, જાણો વૉકિંગ કરવાનો યોગ્ય સમય

admin

ભરેલી સરગવા ની સીંગનું શાક બનાવવાની રીત

admin

Leave a Comment