December 22, 2024
Jain World News
MobileScience & technology

Jio નાં બેસ્ટ પ્લાનની મેળવો જાણકારી, જાણો ક્યાં પ્લાનમાં કેટલી ઓફર

Jio રૂ 583 અને રૂ 533 ની કિંમતના બે પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની કિંમતો વચ્ચેનો તફાવત ખૂબજ ઓછો છે. જ્યારે ક્યાં પ્લાનનો વપરાશ કરવાથી તમને કેટલો ફાયદો થશે તે બાબતે જાણકારી મેળવીએ. રિલાયન્સ જિયો ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જેમાંથી કેટલાક પ્રીપેડ પેકની કિંમત લગભગ એકસમાન જોવા મળે છે. જેથી વપરાશકર્તાઓ ખૂબ જ મૂંઝવણમાં પડી જાય છે. Jio રૂ 583 અને રૂ 533 ની કિંમતના બે સમાન પ્લાનની ઓફર કરી છે. જેની કિંમતોનો તફાવત નહિવત જોવા મળે છે.

રિલાયન્સ Jio  રૂ 583 પ્રીપેડ રિચાર્જ પ્લાન :

56 દિવસની વેલિડિટી સાથેના પ્લાનથી ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા મળે છે. એટલે કે યુઝર્સને કુલ 84GB ડેટા મળશે. આ સિવાય અનલિમિટેડ વોઈસ કોલનો લાભ મળશે. સાથે જ દરરોજ 100 SMS પણ મળી રહ્યા છે. વપરાશકર્તાઓને JioTV અને JioCinema એપ્સની મફત ઍક્સેસ પણ મળે છે. Jioના આ પ્લાન સાથે ત્રણ મહિનાનું ફ્રી Disney + Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે, જેની કિંમત 149 રૂપિયા છે.

રિલાયન્સ Jio  રૂ 533 પ્રીપેડ રિચાર્જ પ્લાન :

આ પ્રીપેડ પેક સાથે ગ્રાહકોને દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. એટલે કે યુઝર્સને કુલ 112GB ડેટા મળશે. આ સિવાય અનલિમિટેડ વોઈસ કોલનો લાભ મળશે. સાથે જ દરરોજ 100 SMS પણ મળી રહ્યા છે. વપરાશકર્તાઓને JioTV અને JioCinema એપ્સની મફત ઍક્સેસ પણ મળે છે.

રિલાયન્સ Jio  રૂ 583 અને રૂ 553 રિચાર્જ પ્લાન, કયો પ્રીપેડ પ્લાન લઈ શકાય :

રૂ 583 પ્રીપેડ પ્લાન OTT લાભો સાથે આવે છે. પરંતુ તમારામાં 500 MB નો ઘટાડો થશે કારણ કે તેમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવી રહ્યો છે. તે જ સમયે, રૂ. 533 પ્રીપેડ 2GB દૈનિક ડેટા સાથે આવે છે. બંને પ્લાનની વેલિડિટી સમાન છે. બાકીના ફાયદા સમાન છે. તેથી, જો તમારે ઓછો ખર્ચ કરવો હોય અને વધુ ડેટા જોઈએ છે, તો 533 રૂપિયાનો Jio પ્રીપેડ પ્લાન તમારા માટે યોગ્ય છે. જો તમે વધુ પરવડી શકો છો, તો તમને Disney + Hotstarનું સબ્સ્ક્રિપ્શન મળશે. આ માટે તમારે 583 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લેવો પડશે.

Related posts

iPhone 14 Pro પર ગોળી મારીને કર્યો પ્રયોગ, સામે આવ્યું એવું પરિણામ જેને જોઈને તમે પણ ચોંકી જશો

admin

ભારતનાં 16 લાખથી વધુ Whatsapp યુઝર્સના એકાઉન્ટ પર મુકાયો પ્રતિબંધ

admin

Google Pay માં જૂના ટ્રાન્ઝેક્શન ડિલીટ કરવાં અપનાવો આ સ્ટેપ

admin

Leave a Comment