December 21, 2024
Jain World News
FeaturedGujaratPoliticalSuratUncategorized

સુરત જિલ્લાની 16 વિધાનસભાની ચૂંટણી માટે ફાઈનલ મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ, 47.45 લાખ મતદારો મતદાન કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. જેમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. ત્યારે સુરત વિધાનસભાની 16 વિધાનસભા બેઠક માટે ફાઈનલ મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં 6779 નવા મતદારોનો ઉમેરો થતા હવે કુલ 47.45 લાખ મતદારો મતાઅધિકારનો ઉપયોગ કરશે. જાહેર કરવામાં આવેલી આખરી યાદીમાં પુરુષ મતદારોની સંખ્યા 3972 અને સ્ત્રી મતદારોની સંખ્યામાં 2806 નો વધારો નોંધાયો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા સતત ચૂંટણી માટે લાયક મતદારો મતદાન કરવાથી વંચિત ન રહી જાય તે માટે મતદાન સુધારણા કાર્યક્રમ ચલાવી રહ્યાં છે. આમ અગાઉ ચૂંટણી પંચ દ્વારા જાહરે કરવામાં આવેલી સુરત જિલ્લાની 16 વિધાનસભાની મતદાર યાદીમાં કુલ મતદારોની સંખ્યા 47.39 લાખ હતી. ત્યારબાદ ચાલી રહેલા મતદાન સુધારણા કાર્યક્રમ પછી મતદારોની યાદીમાં કેટલાકના નામ કમી અને ઉમેરવામાં આવતાં મતદાન સુધારણા કાર્યક્રમ બાદ આગામી વિધાનસભાની ચૂંટણી માટે સુરત જિલ્લાની મતદારોની આખરી મતદારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં 6779 મતદારોનો વધારો થતાં કુલ 4745980 મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો ઉપયોગ કરશે. જેમાં 2550905 પુરુષ મતદારો અને 2194915 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં 159થી વધીને 160 થયા છે.

સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના જણાવ્યા મુજબ, ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં 6779 મતદારો વધ્યા છે. આ મતદારો વધ્યા હોવા છતા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલાં 4623 મતદાન મથકો જ રહેશે. આમ તેમાં તેમાં કોઈ સુધારો કરવામાં આવશે નહી. આખરે આ મતદાર યાદી ફાઈનલ છે.

Related posts

લોકસભા પેટાચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોના નામ નક્કી કર્યા

admin

PM Narendra Modi ના માતા હીરાબાના નિધન પર જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. એ શોક વ્યક્ત કર્યો

admin

Dilwara Temple | માઉન્ટ આબુ પરના જૈન દેરાસર દેલવાડાના દેરા કેમ કહેવાયા, જાણો દેલવાડાના દેરાના ઈતિહાસની રસપ્રદ વાતો

admin

Leave a Comment