WhatsApp એડિટ બટન આ એપના બીટા વર્ઝન પર એડિટ બટનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં કંપની પાસે આવો કોઈ વિકલ્પ નથી. પરંતુ જો આમ કરવામાં આવશે તો યુઝર એક્સપીરિયન્સ સારો રહેશે. ટ્વિટર પર એડિટ બટન બાબતે ઘણા સમયથી ચર્ચાય રહી છે. પરંતું હજુ સુધી આ ફીચર આવ્યું નથી. ત્યારે ટ્વિટરને પછાડવા માટે વોટ્સએપ કંપનીએ તૈયારી દાખવી છે. તેવામાં બીટા વર્ઝન પર એડિટ બટનનાં પરીક્ષણ અર્થે વોટ્સએપ કામ કરી રહ્યું છે. જો આ પ્રકારનું ફીચર આવતા યુઝર એક્સપીરિયન્સ બહેતર બનવાની શક્યતાં છે.
આ ફીચર Wabetainfo પર નીહાળવા મળશે. વોટ્સએપે લોકોના મેસેજ કરવાની રીતમાં ઘણો બદલાવ કરવાં જઈ રહી છે ત્યારે તેના મેસેજના રિસ્પોન્સ માટે ફીચર બહાર પાડવા જઈ રહ્યું છે. જેમાં WhatsApp તેના યુઝર્સને મેસેજ સેન્ડ કર્યા પછી તેને એડિટ કરવાની મંજૂરી આપશે. આમ વોટ્સએપે આ ફીચર પર 5 વર્ષથી કામ કરી રહ્યું છે જ્યારે 5 વર્ષની મહેનત પછી વોટ્સએપ આ ફીચર વહેલી તકે લોંચ કરશે.
Wabetainfo એ એડિટ ફીચરનો સ્ક્રીનશોટ શેર કરતાં માહિતી આપી હતી કે, જ્યારે તમે કોઈને સંદેશ મોકલો છો ત્યારે તમને એક એડિટ બટન દેખાતાં મેસેજ કોપી અને ફોરવર્ડ કરવાની સાથે તેને એડિટ કરીને તમારી ભૂલ સુધારી શકાશે. એન્ડ્રોઇડ માટે WhatsApp બીટા પર ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે WhatsApp iOS અને ડેસ્કટોપ માટે WhatsApp બીટામાં સમાન સુવિધા લાવવા પર કામ કરી રહ્યું છે. હાલમાં, આ ફીચર ડેવલપમેન્ટમાં છે અને ટૂંક સમયમાં તેને રોલઆઉટ કરવાની તૈયારી વોટ્સએપે બતાવી છે.