April 19, 2025
Jain World News
FeaturedGandhinagarGujaratPolitical

Gujarat Election 2022 : બીજા તબક્કાનું મતદાન શરૂ, PM નરેન્દ્ર મોદીએ કર્યુ મતદાન

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરૂ

  • 14 જિલ્લાની 93 બેઠકો પર 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ

  • 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. ત્યારબાદ આજે ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કા માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જેમાં જોવા જઈએ તો 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે મતદારોનો ક્યા પક્ષને મત આપશે તે વિચારવું રહ્યું. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આ બાદ આગામી 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ ખાતે આવેલી શાળામાં મતદાન કર્યુ.

 

ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. હું દેશના લોકોનો આભાર માનું છું. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા બદલ હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપવા માંગુ છુંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહપરિવાર સાથે કર્યુ મતદાન. શીલજની પ્રાથમિક શાળાના બુથ નં. 95 ખાતે મતદાન કર્યુ.

 

Related posts

સ્પર્શ મહોત્સવમાં ભારતભરનાં 40 સખી મંડળ ગ્રુપોએ હાજરી આપી | Sparsh Mahotsav 2023

admin

અમારી જ્ઞાતિમાં 35 લાખ છોકરી ન આપે તો અમે ઘરમાં પગ મુકવા દેતા નથી

admin

વિધાનસભા ચૂંટણી 2022 : ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાં 7602 EVM ની ફાળવણી

admin

Leave a Comment