ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે. ગર્ભવતી મહિલાએ પોતાના સ્વાસ્થ્યની સાથે પોતાના બાળકની પણ કાળજી રાખવી જરૂરી છે. એટલે ગર્ભવતી મહિલાએ પોતાનું અને તેના બાળકનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે યોગ અને આસન બેસ્ટ સાબિત થશે. તેમાં પણ ભ્રામરી પ્રાણાયમ કરવાથી ગર્ભવતી મહિલાને થતાં ફાયદાઓ અને પ્રાણાયમ કરવાની રીતની સાથે તેમાં ધ્યાનમાં રાખવાની મહત્વની બાબત વિશે જાણકારી મેળવીએ.
ભ્રામરી પ્રાણાયામ કરવાની રીત :
- પદ્માસન કે સુખાસનમાં બેસો.
- બંને હાથના અંગૂઠા વડે કાન બંધ કરવાં. ત્યારબાદ બે ફોટોમાં જણાવ્યું એ રીતે આંગળીઓને આંખ અને મોં પર રાખો.
- આગળ આંખો ખૂબ જ નરમાશપૂર્વક બંધ રાખવી.
- નાક વડે ધીમે ધીમે શક્ય તેટલો વધુ શ્વાસ ભરો.
- હવે, મોં બંધ રાખીને નાક વડે જ ભમરા જેવો અવાજ કરતાં કરતાં શ્વાસ બહાર કાઢો.
ભ્રામરી પ્રાણાયમ કરવાના ફાયદા :
- મસ્તિષ્કના જ્ઞાનતંતુઓને પ્રભાવી અસર કરે છે.
- ગર્ભવતી મહિલાઓ માટે અસરકારક પ્રાણાયામ છે.
- માનસિક તણાવ સામે રાહત આપે છે. અને માનસિક રોગમાં ખૂબ જ ઉપયોગી છે.
- શરીર અને મનને શાંત કરીને બ્લડ સરક્યુલેશન નિયંત્રિત કરે છે.
- આ પ્રાણાયમ નિયમિત કરવાથી યાદશક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
- ધ્યાન કરવા માટે મનની એકાગ્રતામાં વધારો કરે છે.
આ પ્રાણાયમ કરતી વખતે મહિલાઓ અમુક બાબતોનું ચોક્કસપણે પાલન કરવું જરૂરી છે.