-
તરબૂચમાં 92 ટકા લિક્વિડનું પ્રમાણ હોવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા હાઇડ્રેશનની રહે છે. તરબૂચ આ સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદ કરી શકે છે. તરબૂચમાં 92 ટકા લિક્વિડ હોવાથી શરીરને પૂરતું હાઇડ્રેશન પૂરું પાડે છે. જેનાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી બચી શકાય છે.
ગરમીની ઋતુમાં શરીરને સૌથી વધુ જરૂરિયાત પાણીની રહેતી હોય છે. ઘણી વખત ગરમીના તાપના કારણે શરીરમાં પાણીની અછત વર્તાતી હોય છે. જેના કારણે કેટલાય લોકો બેભાન પણ થઈ જતાં હોય છે. આમ શરીરને પૂરતું પાણી ન મળવાથી શારીરિક દુવિધા ઉભી થાય છે. એટલે જ શરીરને પાણી પહોંચાડવામાં તરબૂચ ઘણું મદદરૂપ થાય છે. તરબૂચ એ પાણીથી ભરપૂર ફળ છે. તરબૂચમાં વિટામીન સી, વિટામીન એ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતાં હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે.
તરબૂચ ખાવાના અનેક ફાયદાઓ :
- ત્વચાની ચમક જાળવી રાખે છે.
- હૃદય સંબંધિત બીમારીઓને દૂર રાખે છે.
- તરબૂચનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. આ સાથે જ તેમાં મળતું વિટામિન A આંખો માટે સારું છે.
- તરબૂચની અસર ઠંડી હોય છે, તેથી તે મનને શાંત રાખે છે.
- હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
- તરબૂચના બીજને પીસીને ચહેરા પર લગાવવાથી ગ્લો આવે છે.
- કબજિયાતની સમસ્યા દૂર થાય છે.