કેળામાંથી બનાવવામાં આવતા વડાને લોકો વધુ ખાવાનું પંસદ કરે છેે. કહેવાય છે ને કે, નવી વસ્તુનાં લોકો જલ્દી આગ્રહી રહેતા હોય છે. આમ જૈન રેસીપીમાં ઘણી બધી નવીન વસ્તુઓ બજારમાં બનાવવામાં આવતી હોય છે. ત્યારે જૈન રેસીપી કેળાવડા બનાવવાની રીત વિશે જાણીએ. આ સાથે જૈન કેળાવડા બનાવવામાં જરૂર પડતી વસ્તુની પણ જાણકારી મેળવીએ.
કેળાવડા બનાવવાની રીત :
- સૌ પ્રથમ પાત્રમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે જીરુ, રાઇ, આખાધાણા, વરીયાલી અને લીલી મરચાની પેસ્ટ ઉમેરી સાંતળો.
- હવે સમારેલા કાચા કેળા ઉમેરી હલાવી દો.
- પછી હળદળ અને મીઠું ઉમેરી મિક્સ કરી પછી ઢાકીને થોડી વાર ચળવા દો.
- ચઢી ગયા બાદ ધાણાજીરુ અને લાલ મરચુ પાવડર ઉમેરી મિક્સ કરી લો.
- પછી સમારેલી કોથમીર ઉમેરી હલાવી દો. અને કેળાના સ્ટફિગને બાઉલમાં કાઢી લો.
- હવે ખીરુ બનાવવા ચણાના લોટમાં મીઠુ, સોડા અને જરુર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી લો.
- પછી કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
- ત્યારબાદ સ્ટફિંગના બોલ્સ વાળી ગરમ તેલમાં તળી લો.
- ત્યારબાદ સર્વિગ પ્લેટમાં લઇ સર્વ કરી લો.
કેળાવડા બનાવવા માટે જોઇશે :
- તેલ- 2 ચમચી ચણાનો લોટ- 1 બાઉલ
- જીરા- ½ ચમચી મીઠુ-
- રાઇ-1/2 ચમચી સોડા- ચપટી
- આખાધાણા- ½ ચમચી તેલ- તળવા માટે
- વરીયાળી- ½ ચમચી
- લીલ મરચાની પેસ્ટ- 1 ચમચી
- સમારેલા કાચા કેળા- 2 નંગ
- હળદળ- ½ ચમચી
- મીઠુ- સ્વાદ અનુસાર
- ધાણાજીરુ પાવડર- 1 ચમચી
- લાલ મરચુ પાવડર- ½ ચમચી
- સમારેલી કોથમીર- 2 ચમચી