April 12, 2025
Jain World News
FashionLife Style

સફેદ વાળ ને રંગો નહીં, અજમાવો આ ઘરેલું ઉપચાર

સફેદ વાળ જોઈને આપણે વૃદ્ધાવસ્થાનો વિચાર કરવા માંડીએ છીએ. જો કે, શારીરિક ખામીઓને લીધે પણ સફેદ વાળની સમસ્યા ઊભી થતી હોય છે. ઉપરાંત સફેદ વાળ થવા પાછળના અન્ય પણ કારણો જવાબદાર હોય શકે છે. આમ સફેદ વાળની પરેશાની સામે લોકો ઘણા બધા ઉપાયો શોધી પોતાની આસ્વાશન આપતાં હોય છે. ત્યારે અમુક લોકો દેશી ઉપચારનો સહારો લેતાં હોય છે. જેમાં અખરોટ એ સફેદ વાળની સમસ્યાને દૂર કરવામાં ઘણું મદદ કરે છે. એટલે કે અખરોટની મદદથી હેર ટોનિક બનાવી સફેદ વાળની ​​સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જે લોકોના હોરમોન્સને પર નીર્ભર છે. ઉપરાંત અખરોટ માંથી તેલ બનાવી શકાય છે. આ સાથે અખરોટ માંથી બનાવેલ ટોનિકનો સ્વાસ્થ્યવર્ધક આહાર અને જીવનશૈલીમાં ઉપયોગ કરવાની તેમાં ચોક્કસ બદલાવ જોવા મળશે. આમ અખરોટનો સફેદ વાળનાં ઈલાજમાં કઈ રીતે ઉપયોગ કરવો તેની વિગતે માહિતી મેળવવીએ.

અખરોટની છાલના ફાયદા :

માત્ર અખરોટ જ નહીં, તેની છાલ પણ પોષણ અને ફેટી એસિડથી ભરપૂર હોય છે. જેનાથી વાળને ઘણી રીતે ફાયદો થાય છે. તે બાયોટિન, વિટામીન B, E અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. જે તમારા વાળના ક્યુટિકલ્સને મજબૂત કરવા તેમજ માથાની ચામડીને પોષણ આપવાનું કામ કરે છે. એટલું જ નહીં તેને ખાવાથી વાળ પણ મજબૂત થાય છે. તમને જણાવી દઈએ કે અખરોટને વિટામિન B7 નો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે, જો તમને તેનાથી એલર્જી હોય તો તેને ખાવાનું ટાળો.

અખરોટની છાલથી હેર ટોનિક બનાવો :

જો તમે શરૂઆતમાં સફેદ વાળની ​​સારવાર કરવાનું શરૂ કરો છો તો તમે વધુ સારા પરિણામો જોઈ શકો છો. આ માટે એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા માટે રાખો. તે ગરમ થયાં બાદ પાણીમાં અખરોટની છાલ નાખો. આ માટે લગભગ 10 થી 15 છીલ્કા હોવાં જોઈએ. આમ તેને પાણીની માત્રા અડધી થાય ત્યાં સુધી મધ્યમ લેવલે 15 મિનિટ ઉકાળો. આગળ હવે તેને ઠંડુ કર્યા પછી એક બોટલમાં ગાળી લેવું અને ઉપર રોઝમેરી એશિયલ તેલનાં 4 થી 5 ટીપાં મિક્સ કરવાં.

વાળમાં આ હેર ટોનિક કેવી રીતે લગાવવું :

વાળ ધોતા પહેલા અઠવાડિયામાં બે વાર હેર ટોનિક વાળમાં સ્પ્રે કરીને છાંટવું. ત્યારબાદ આંગળીઓથી હળવા હાથે મસાજ કરો અને પછી તેને 1 કલાક માટે છોડી દોવું. એક કલાક પછી સામાન્ય શેમ્પૂ અને કન્ડિશનરથી વાળ ધોવાં. જો તમે ઈચ્છો તો વાળની ​​લંબાઈ પ્રમાણે તેને વધારી કે ઘટાડી શકો છો.

અખરોટના તેલનો ઉપયોગ કરવાની રીત :

અખરોટના તેલનો ઉપયોગ સફેદ વાળની ​​સમસ્યાને દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ માટે હેર પેકમાં તેલના થોડા ટીપા મિક્સ કરો. જો તમે વધુ સારા પરિણામો જોવા માંગતા હોવ તો દહીં અને મધ મિક્સ કરીને હેર પેક બનાવો અને ઉપર 7 થી 8 ટીપાં અખરોટનું તેલ મિક્સ કરો. આ હેર પેકને તમારા વાળમાં લગભગ 20 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને ધોઈ નાખો. શેમ્પૂ અને કન્ડીશનીંગ કર્યા પછી વાળમાં ચમક પણ વધી હોવાનું જોવા મળશે.

Related posts

હાડકું ભાગ્યું હોય ત્યારે બસ આટલું ખાવાથી હાડકું જલ્દી સંધાઈ જશે

admin

બાળકોની ઊંચાઈ વધવામાં મદદરૂપ થતું આસન

admin

ફરાળી નાનખટાઈ કઈ રીતે બનાવાય જાણો છો?

admin

Leave a Comment