આજના ભાગદોડ ભર્યા જીવનમાં ક્યારે શું થઈ જાય એનો કોઈ અતોપતો નથી. ત્યારે માનવ પોતાના સ્વાસ્થ્ય સંભાળ રાખવાનું પણ ભૂલી ગયાં છે. ઉપરાંત ટેક્નોલોજીના વિકાસની સામે પર્યાવરણને તેની ખૂબ માઠી અસર પડી છે. આવી સ્થિતિમાં લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. ત્યારે ઘણી બધી બિમારીઓ જન્મ લીધો છે. તેવામાં હ્રદયરોગ નાં કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આમ હ્રદયરોગ અને બ્લડપ્રેસરથી કઈ રીતે રક્ષણ મેળવી શકાય. સાથે બ્લડપ્રેસર કઈ રીતે નિયંત્રણમાં રાખવું તેનો દેશી ઉપચાર મેળવીએ.
- લસણને પીસીને દુધમાં પીવાથી લોહીનું દબાણ નિયંત્રણમાં રહે છે.
- બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવીને સવાર સાંજ પીવાથી લોહીનું દબાણ ઘટે છે.
- એલચીના દાણા અને પીપરીમૂળ સરખે ભાગે ઘી સાથે ખાવાથી હ્રદય મજબૂત બને છે.
- ગાજરનો રસ પીવાથી હ્રદય મજબૂત બને છે.
- આદુંનો રસ અને પાણી સરખે ભાગે પીવાથી હ્રદય રોગ મટે છે.
- હ્રદયનો દુઃખાવો ઊપડે ત્યારે તુલસીના આઠ દસ પાન અને બે ત્રણ કાળા મરી ચાવી જવા જોઈએ.
- છાતી, હ્રદય કે પડખામાં દુઃખાવો ઊપડે ત્યારે દસ થી વીસ ગ્રામ તુલસીનો રસ પીવો જોઈએ.
- શુદ્ધ ગોળ નિયમિત ખાવાથી હ્રદયરોગમાં રાહત અનુભવાય છે.