June 24, 2025
Jain World News
Featured

અજાણી કાર પાછળ શ્વાન શા માટે દોડતા હશે? જાણો

શ્વાન જેવું સમજદાર પ્રાણી ક્યારેક આપણા વાહન પાછળ કેમ દોડતું હશે એ દરેકના મનમાં વિચાર આવતો હશે. આમ આવી ઘટના દરકેના જીવનમાં એક વખત તો ઘટી જ હશે. તેને લઈને વાત કરીએ તો, જીવ વિજ્ઞાનિકોમાં આ વિષય એક રહસ્ય છે. પરંતું ક્યા કારણે Dog આપણી કાર અથવા બાઈકની પાછળ દોડીને આવું વર્તન કરતા હશે તે વિશે જાણીએ.

ઘણી વખત તમે અનુભવ્યું હશે કે, તમે એક જગ્યાએથી કાર લઈને પસાર થયા છો અને તમારી પાછળ dog પીછો કરવાનું શરુ કરી દે. આવી સ્થિતિમાં સ્વભાવિક છે કે કોઈપણ વ્યક્તિ પોતાના વાહનને ઊભુ ન રાખીને આગળ જવા દેશે. તેવામાં ઘણી વખત કેટલાંક લોકો આ સ્થિતિનો આનંદ પણ લેતા હોય છે, તો કેટલાંક આ ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા નજરે ચડતા હોય છે.

ભાઈની પાછળ પીછો કરતો શ્વાન
બાઈકની પાછળ પીછો કરતો શ્વાન

શ્વાન કેમ આપણી કાર અથવા બાઈકનો પીછો કરે છે અને આપણી કાર પાછળ પાછળ ભાગે છે. તેના પર વધારે ભાર મુકીએ તો, મૂળભુત રીતે તમામ શ્વાનના પોતાનો વિસ્તાર અને પ્રદેશ નિર્દેશ કરેલો હોય છે. તેને નક્કી કરેલા જ વિસ્તારમાં રહેતા હોય છે અને પોતાન હદ છોડીને અન્ય વિસ્તારમાં જવાનું ટાળે છે. તેવામાં જો કદાચ કોઈક શ્વાન અન્ય વિસ્તારની હદમાં પ્રવેશે તો ત્યા ટકી શકશે નહીં અને ફરી પોતાના નિર્દેશ કરેલી જગ્યામાં જ રહેવાનું પસંદ કરશે.

શ્વાન પોતાના વિસ્તાર અને વસ્તુની ઓળક કરવા માટે ખૂબજ સક્ષમ હોય છે. તેનામાં રહેલી ગંધ પારખવાની શક્તિ તેને અતિ ઉપયોગી સાબિત થાય છે. શ્વાન કોઈક વસ્તુ ચિન્હિત કરવા માટે પેશાબ કરીને યાદ રાખતા હોય છે. જેમાં તમે પણ ખાસ નોંધ્યું હશે કે, શ્વાન મોટા ભાગે કાર, બાઈક અથવા કોઈ વાહન ઉપર જ પેશાબ કરતાં જોવા મળે છે. શ્વાનમાં ગંધ પારખવાની શક્તિ હોવાથી તે ગંધ દ્વારા આકર્ષિત થાય છે અને ગંધથી દૂર પણ રહે છે. એટલે જ્યારે તમે કોઈ કાર લઈને અન્ય પ્રદેશમાં પ્રવેશ કરો છો ત્યારે બીજા પ્રદેશના શ્વાનને ગંધ આવે છે કે કારમાં અન્ય એક શ્વાન પણ છે. જેથી તે કાલ્પનિક ઘૂસણખોરનો પીછો કરવાનું શરુ કરે છે.

Related posts

24 તીર્થંકરમાંથી 23 તીર્થંકરોએ દીક્ષા પછી પહેલું પારણું ખીરથી કર્યું હતું

admin

Australia માં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિંદુ મંદિરમાં તોડફોડ, બે મહિનામાં આ ચોથી ઘટના

admin

Vadodara : મહાદેવ તળાવ નજીક કચરો અને ગંદકીનું સામ્રાજ્ય, તંત્રની બ્યૂટીફિશનની કામગીરી છતાં કચરો!

admin

Leave a Comment