ગળ્યું ખાવાનું કોને ના પસંદ હોય! એમાંય ખાસ કરીને ગુજરાતીઓ ગળ્યું ખાવાનાં ખૂબ જ આગ્રહી હોય છે. ત્યારે ઉપવાસમાં લોકોને ઘણી એવી ફરાળી વેરાઈટી ખાવાનું મન થતું હોય છે. એવામાં ફરાળી નાનખટાઈ કઈ રીતે બનાવાય તેનાં વિશે જાણકારી મેળવીએ. તો ચાલો જાણીએ ફરાળી નાનખટાઈ બનાવવાની રીત.
ફરાળી નાનખટાઈ બનાવવાની રીત :
- સૌ પ્રથમ માખણના ડીશમાં ઇમેરી ફીણી લો.
- હવે થોડી દળેલી ખાંડ ધીમે-ધીમે ઉમેરતા જાવ અને બરાબર ફીણી લો.
- પછી એમોનીયા બાય કાર્બોનેટ (ખાવાનો સોડા) ઉમેરી ફીણી લો.
- ત્યારબાદ કાજુનો ભૂક્કો ઇમેરી મીકસ કરી લો.
- હવે રાજગરાનો લોટ અને ઇલાયચી પાવડર ઉમેરી મીકસ કરી કડક લોટ બાંધી લો.
- પછી લોટ માંથી ગોળા બનાવી પ્લેટમાં મૂકી દો.
- હવે પ્ર-હીટ ઓવનમાં આશરે 25 મીનીટ સુધી બેક કરી લો.
- પછી બહાર કાઢી સર્વિગ પ્લેટમાં મૂકી સર્વ કરો.
- તો તૈયાર છે ફરાળી નાનખટાઇ
ફરાળી નાનખટાઈ બનાવવા માટે જોઇશે :
- રાજગરાનો લોટ-60 ગ્રામ
- ઇલાયચી પાવડર- ½ ચમચી
- કાજુનો ભુક્કો- 20 ગ્રામ
- માખણ (બટર)- 40 ગ્રામ
- દળેલી ખાંડ- 50 ગ્રામ
- બદામ – 8 નંગ
- એમોનીયા બાય કાર્બોનેટ(ખાવાનો સોડા)- ½ ચમચી