આ આયુર્વેદિક ઉપચારનું નિયમિત પાલન કરવાથી શરીરમાં ઘર કરી ગયેલી નબળાઈનો કાયમી કરો નાશ.
પૌશિષ્ટક આહાર ન લેવાથી શરીરમાં ઘણી-બધી બિમારીઓ જન્મ લે છે. ત્યારે આજના આધુનિક યુગમાં વધુ પડતા લોકો ફાસ્ટ ફૂડ ખાતા થયાં છે. જેના કારણે શરીરને જે પુરતા પ્રમાણમાં વિટામિન ન મળતાં હોવાથી શરીરમાં બિમારી જલ્દીથી પગપેસારો કરે છે. આ સાથે વધુ પડતાં ફાસ્ટ ફૂડ લેવાથી શરીરને પૂરતા પ્રમાણમાં કેલેરી યુક્ત ખોરાક મળતો નથી. જેનાથી શરીરમાં અશક્તિ આવી છે.
શરીરમાં ઘર કરી ગયેલી નબળાઈનાં કારણે ઘણી વખત કોઈ ભારે કામ કરવામાં અત્યંત થાક લાગે છે. શરીરમાં વજનનો વધારો થતો નથી. કોઈ કામ કરવાની જલ્દીથી ઈચ્છા થતી નથી. કોઈપણ કાર્યમાં રસ લાગતો નથી. તેવા સમયે આયુર્વેદિક રીતે અશક્તિની બિમારી કઈ રીતે દુર કરી શકાય તેના વિશે જાણકારી મેળવીએ.
- જમ્યા પછી ત્રણચાર પાકા કેળા ખાઓ. એવું માનવામાં આવે છે કે, પાકું કેળું સવારમાં સોનુ છે, બપોરે ચાંદી છે અને રાતે લોખંડ છે.
- મોસંબીનો રસ પીઓ
- રોજ પાંચ પેશી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાતે ખાઓ અને અડધો કલાક ઊંધ લો એટલે શક્તિ આવશે
- રોજ સવારે ફણગાવેલા કઠોર ખૂબ ચાવીને ખાઓ
- ગાજરનો રસ પીવાથી અશક્તિ દૂર થાય છે
- એક કપ દૂધમાં એક ચમચી મધ નાખીને પીઓ
- અંજીર વાળું દૂધ ઉકાળીને પીઓ
- રોજ સવારે અને રાત્રે સાકર અને સોનામુખીનું ચૂર્ણ ફાકો
- જો લોહી વહી જવાથી શરીરમાં નબળાઈ આવી હોય તો ખજૂર ખાઈને ઉપર ઘી મેળવેલું દૂધ પી લેવું
- સફેદ કાંદાને ઘીમાં શેકીને ખાવાથી શારીરિક, ફેફસા અને ધાતુની નબળાઈ દૂર થાય છે
આમ ઉપર જણાવેલ આયુર્વેદિક ઉપચારનું નિયમિત પાલન કરવાથી શરીરમાં ઘર કરી ગયેલી નબળાઈનો કાયમી નાશ થશે. ઉપરાંત કોઈપણ કામ કર્યા બાદ અતિશય થાક અનુભવાતો તેવી સ્થિતિમાં લોકોએ આપણાં શાસ્ત્રો પ્રમાણે આયુર્વેદિક રીત અપનાવવાથી તેમાંથી કાયમી ધોરણે છુંટકારો મળશે.