અનિંદ્રા જેવી બીમારી સામે લડત આપવા અપનાવો આ રીત આજના ટેકનોલોજીના યુગમાં માનવ વધુ પડતાં ટેક્નિકલ ઉપકરણોનો ઉપયોગ કરતો થયો છે. આમ સતત ટેક્નિકલ સાધનોના ઉપયોગથી માનવીના શરીરને તે માનસિક રીતે ખૂબ જ અસર કરે છે. જેના કારણે લોકો માનસિક રોગનો સિકાર પણ બને છે. ઘણા બધા વિદ્વાનોના કહેવા પ્રમાણે, ટેકનોલોજીના વધુ પડતા વપરાશ કરવાથી લોકોમાં તેની આડઅસર ઉભી થાય છે. જેનાથી લોકો તણાવ, અનિંદ્રા અને ઘણી બધી માનસિક બિમારીઓનો ભોગ બને છે. આમ તેના ઉપચારના ભાગરૂપે યોગ કરવા શરીર માટે વધુ હિતાવહ રહે છે.
સારી ઊંઘ દરેક માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી વ્યક્તિ શાંતી અને તાજગી અનુભવે છે. તેનાથી મન તણાવમુક્ત બને છે. જોકે, સારી ઊંઘ વિના વ્યક્તિ ચીડિયાપણું અને થાક અનુભવે છે. જેનાથી આખો દિવસ પણ ખરાબ રહે છે. આ માટે રાત્રે સમયસર સૂવું જરૂરી છે. સમાન્ય રીતે 7 થી 8 કલાકની ઊંઘ લેવી આવશ્યક છે. પરંતુ જો તમને પૂરતી ઊંઘ લેવામાં તકલીફ પડી રહી હોય તો તમે કેટલાક યોગાસનો પણ કરી શકો છો. આ યોગાસનો તમને તણાવ દૂર કરવામાં અને સારી ઊંઘમાં મદદ કરી શકે છે. ક્યારેક અપચો, કબજિયાત કે પેટનું ફૂલવું જેવી સમસ્યા પણ ઊંઘ પર ખરાબ અસર કરે છે. આમ તણાવ દૂર કરવા અને સારી ઊંઘ લેવા માટે ક્યાં પ્રકારના યોગસન કરવાં જોઈએ તે જાણીએ.
વજ્રાસન :
તમારા ઘૂંટણને વાળો અને તમારા શરીરને સીધા રાખો. તમારી જાંઘ પર તમારા હાથ મૂકો. સીધી સ્થિતિમાં, ધીમે ધીમે શ્વાસ લો અને બહાર કાઢો. વજ્રાસન આપણને આરામ કરવા તેમજ તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલા માટે તે આપણને સારી રાતની ઊંઘ મેળવવામાં મદદ કરે છે.
યોગ નિદ્રા :
આ એક પ્રાચીન ટેકનિક છે. તે તણાવ ઘટાડવા અને સારી ઊંઘ લાવવાનું કામ કરે છે. આ માટે શવાસનમાં આરામ કરો. ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે બહાર કાઢો. તેનાથી તણાવ ઓછો થાય છે. એકાગ્રતા સુધારે છે.
બાલાસન :
આ આસન કરવા માટે ઘૂંટણના બળે જમીન પર બેસી જવું અને શરીરનો બધો ભાર એડી ઉપર રાખવો. હવે ઉંડા શ્વાસ લેતા આગળની તરફ ઝૂકવું. તમારી છાતી તમારા સાથળને સ્પર્શ કરવી જોઇએ અને તમારા માથાથી ફર્શને સ્પર્શ કરવાની કોશિશ કરવી. થોડીક સેકન્ડ આ સ્થિતિમાં રહેવું અને ત્યારબાદ સામાન્ય સ્થિતિમાં આવી જવું.
મકરાસન :
આ માટે તમારે તમારા પેટ પર સૂવું પડશે. તમારા માથા નીચે તમારા હાથ ક્રોસ. હાથના કાંડા પર કપાળને આરામ કરો અને પગની ઘૂંટીઓને બહારની તરફ ફેરવો. તમારી આંખો બંધ કરો. તમારા શરીરને આરામ આપો.
ભ્રમરી પ્રાણાયામ :
આ આસન કરવા માટે આરામદાયક સ્થિતિમાં બેસો. તમારી આંખો બંધ રાખો. તમારા અંગૂઠા વડે તમારા બંને કાન બંધ કરો. સામાન્ય શ્વાસ સાથે ચહેરા પર ચાર આંગળીઓનું સંતુલન રાખો. તમારું મોં બંધ રાખીને ગુંજારવાનો અવાજ કરો. જ્યારે તમે આ કરો છો, ત્યારે તમે ચહેરા અને માથાના વિસ્તારમાં કંપનનો અનુભવ કરશો. લગભગ 10 મિનિટ સુધી આ કરો. તે માનસિક થાકને દૂર કરવામાં, મનને શાંત કરવામાં અને ઊંઘ લાવવામાં મદદ કરશે.