December 17, 2024
Jain World News
FeaturedJain DerasarJainism

Dilwara Temple | માઉન્ટ આબુ પરના જૈન દેરાસર દેલવાડાના દેરા કેમ કહેવાયા, જાણો દેલવાડાના દેરાના ઈતિહાસની રસપ્રદ વાતો

Dilwara Temples

Dilwara Temple | માઉન્ટ આબુ પર આવેલા દેલવાડા જૈન મંદિરો તેના અસાધારણ સ્થાપત્ય અને અદ્ભુત આરસ પથ્થરની કોતરણી માટે વિશ્વભરમાં જાણીતા શ્રેષ્ઠ જૈન મંદિરોમાનું એક છે. કેટલાક નિષ્ણાતો તેને આર્કિટેક્ચરલ રીતે આગરાના તાજમહેલ કરતાં પણ શ્રેષ્ઠ માને છે. બહારથી તે એકદમ મુળભૂત મંદિર લાગે છે પરંતુ જેમ વાદળમાં ચાંદીનું અસ્તર હોય તેમ માનવ કારીગરીથી તૈયાર કરેલા આ મંદિરનો આંતરિક ભાગનો અદભૂત નજારો તમને ત્યાં જોવા મળશે.

સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં દેલવાડાના જૈન મંદિર પરિસરમાં ભગવાન મહાવીર સ્વામીના એક મોટા ગ્રંથ (scripture)ની આસપાસ 170 નાના ગ્રંથો (scripture) ધરાવતો 1000 વર્ષ જૂનો ગ્રંથ (scripture) છે. દેલવાડાના દેરા જૈન મંદિરની મુલાકાતે આવતા લોકો વિશ્વ કક્ષાના માર્બલ કોતરણીની સાથે પ્રાચીન જૂના scripture ના સાક્ષી થશે.

11મી થી 13મી સદીમાં મંદિર બાંધવામાં આવેલું

આ મંદિર 11મી થી 13મી સદીની વચ્ચે બાંધકામ કરવામાં આવ્યું હતું. મંદિરની આસપાસની સુંદર લીલીછમ ટેકરીઓ આપણને ખૂબ જ સુખદ અનુભૂતિ આપે છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુની લીલીછમ અરવલ્લી ટેકરીઓ વચ્ચે આવેલું દિલવાડા મંદિર જૈનો માટે સૌથી સુંદર તીર્થસ્થાન છે. વસ્તુપાલ અને તેજપાલ દ્વારા ડિઝાઇન તૈયાર કરાઈ હતી. આ બાદ 11મી અને 13મી સદીના સમયગાળામાં વિમલ શાહ દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં આરસનો ભવ્ય ઉપયોગ અને દરેક હૂક અને ખૂણા પર જટિલ કોતરણી માટે અતિ પ્રખ્યાત છે.

મંદિર નિર્માણમાં 18 કરોડ 53 લાખનો ખર્ચ થયેલો

આબુ પર આવેલા આ મંદિરનું નિર્માણ કાર ઈ.સ. 1031માં પૂરું થયું હતું. તે સમયે ગુજરાતના રાજા ભીમદેવના સેનાપતિ વિમલ શાહ દ્વારા રૂ. 18 કરોડ 53 લાખના ખર્ચ આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણમાં આશરે 14 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. જેમાં 1500 કડિયા ઉપરાંત 1200થી વધુ મજૂરો થકી મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આમ આ વિમલસહિ મંદિર શ્રી આદિનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેલવાડા દેરા નાં મુખ્ય શિલ્પકાર ગુજરાતના વડનગરના હતા

ગુજરાતના વડનગરના સોમપુરા બ્રાહ્મણ કીર્તિધર દ્વારા મંદિરનું મુખ્ય શિલ્પકાર કરવામાં આવ્યું હતું. મંદિરમાં વાપરવામાં આવેલા ખાસ આરસ પહાણની વાત કરીએ તો, મંદિરમાં ઉપયોગમાં લેવાયેલા આરસ પહાણ આબુરોડથી 22 કિલોમીટર દૂર અંબાજી નજીકની આરાસુરની પહાડીઓ માંથી લવાયા હતા. ખાસ કરીને આ આરસ પત્થર હાથીની પીઠ પર રાખીને લવાયા હતા.

વિમલ શાહે Dilwara Temple ની જમીન પર સોનામહોર બિછાવ્યા હતા

દેલવાડા દેરા જૈન મંદિરના નિર્માણ કાર્ય વખતે મંદિર માટે પસંદ કરવામાં આવેલી જમીન અહીંના બ્રાહ્મણોની હતી. બ્રાહ્મણોએ આ જમીન આપવા મંજૂર ન હતા. જેથી બ્રાહ્મણોને મનાવવા અને રાજી કરવા હેતુ વિમલ શાહે 14090 મીટર જમીનના વિસ્તારમાં સોનામહોર બિછાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ સોનામહોરની આશરે કિંમત એ સમયે રૂ.45360000 (ચાર કરોડ ત્રેપન લાખ સાંઈઠ હજાર) હતી.

ઓશો રજનીશ એ દેલવાડા દેરા વિશે શું કહ્યું…

માઉન્ટ આબુ પરના દેલવાડા દેરાના ભરપુર વખાણ કરતાં ઓશો રજનીશે તેમના એક પ્રવચનમાં કહ્યું હતું કે, ” દેલવાડાના દેરા હજારો કારીગરોની બારીક કલાનો સુંદર નમૂનો છે. માઉન્ટ આબુ ઉપરના આ મંદિરો દુનિયાના શ્રેષ્ઠ કલાત્મક મંદિરો છે. આ અપ્રતિમ જૈન દેરાઓ શ્વેત આરસપહાણ માંથી ઈંચે ઈંચની જગ્યામાં સરસ નકશીકામ કરી બનાવવામાં આવ્યું છે.”

આ પણ વાંચો : રાજસ્થાનના ડુંગરપુરનું પ્રાચીન અને ચમત્કારિક દેરાસર શ્રી પુનાલી જૈન તીર્થ

Related posts

રાજસ્થાનના ભારજા ગામનું શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર દેરાસર

admin

પૂન્યથી શું મળે? શ્રીપાળ કથા – પ્રવચન PART 13

admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપે 182 માંથી 160 ઉમેદવારોના નામ કર્યા જાહેર

admin

Leave a Comment