યોગ અને આસન કરવાથી શરીર તો બીમારી મુક્ત બને છે, સાથે સાથે યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. યોગમાં એવી શક્તિ રહેલી છે કે, નિયમિત યોગ કરવાથી વ્યક્તિનાં જીવનમાં ઘણો બદલાવ જોવા મળે છે. આમ તેમાં ધ્યાન, ધારણા અને સમાધિ કરવાથી વ્યક્તિ મહાન બને છે. યોગને જીવન જરૂરિયાતનો ભાગ માનીને નિયમિત યોગ કરવાથી વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે. માટે વક્રાસન આસન કરવાની યોગ્ય રીત, તેનાં ફાયદા અને આસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો વિશે જાણકારી મેળવીએ.
વક્રાસન :
આ આસનની સ્થિતિમાં પગને સીધા રાખીને બેસવું અને ઘૂંટણ જમીનને અડેલા રાખવાં. જેમાં બંને હાથને કોણીમાંથી વાળીને પગની બાજુમાં રાખીને કમરને સીધી રાખીને બેસવું.
વક્રાસન કરવાની રીત :
- ઉપર જણાવ્યાં મુજબ બેસીને, શ્વાસ લેતાં લેતાં જમણા પગને ઘૂંટણમાંથા વાળીને હાથને ફોટોમાં દર્શાવ્યાં મુજબ રાખવું.
- પછી જમણા હાથને પીઠની પાછળ લઈ જવું.
- ત્યારબાદ ફોટો છે એ રીતે ડાબા હાથને જમણા પગના ઘૂંટણ સાથે દબાવી ડાબી હથેળીને જમણાં પગના પંજાની જમણી તરફ જમીન પર ગોઠવો.
- કમરથી ઉપરના શરીરને જમણી તરફ વળાંક આપો.
- શ્વાસ છોડતાં છોડતાં મૂળ સ્થિતિમાં પાછા આવવું.
- અંતે આવી જ રીતે ડાબી તરફથી પણ કરવું.
વક્રાસન કરવાના ફાયદા :
- કરોડરજ્જૂ મજબૂત બનશે.
- પટ અને કમરની ચરબી ઓગળશે.
- ચાલ સ્ફૂર્તિલી અને લચકદાર બને છે.
- ડાયાબિટીસના દર્દિને રાહત મળે છે.
- ગળા અને કમરના સ્નાયુઓ સશક્ત બને છે.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- આસન બંને (ડાબી-જમણી) તરફ કરવાની સાથે તેની સમયમર્યાદા પણ એક સમાન જ રાખવી.
- આસન કરતી સમયે હાથને તેની લંબાઈ પ્રમાણે રાખવા. હાથ અને પગ વચ્ચે વધુ અંતર ના રાખવું.
- શરીર આગળની તરફ નમે નહિં એનું ધ્યાન રાખવું.
- કરોડરજ્જુને વધુ જોર ન આપતાં પૂરતો વળાંક આપવો.