સવારે 9 વાગ્યે યજ્ઞ હવન અને મંત્રોચાર સાથે માતાજીના માંડવાની સ્થાપના કરાઈ 15થી 20 હજાર લોકોએ પ્રસાદી ગ્રહણ કરી છે ધ્રાંગધ્રામાં મસાણની મેલડી માતાજીના મંદિરે અનેક લોકો દર્શન કરવા આવે છે. ત્યારે મસાણની મેલડી યુવક મંડળ દ્વારા માતાજીનો સાતમો પાટોત્સવનું આયોનજન કરવામાં આવ્યું હતું.જેમાં વહેલી સવારે 9 વાગ્યે યજ્ઞ હવન અને મંત્રોચાર સાથે માતાજીના માંડવાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પૂજા આરતી પૂર્ણ થતા પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રાના 15થી 20 હજાર લોકોએ પ્રસાદી ગ્રહણ કરી હતી. આમ રાત્રે ડાક ડમરુની રમઝટ પછી સવારે મંત્રોચારથી વિધિ અને પૂજન કરીને આ પાટોત્સવની પૂર્ણાહુતી કરવામાં આવશે.