અમદાવાદના ચંદ્રનગરમાં આવેલા શ્રી સરયુ હસુ ઝાલાવાડ સાંસ્કૃતિક ભવન ખાતે શ્રીમતી કમળાબેન ચુનીલાલ કપાસી ટ્રસ્ટ પ્રેરિત શ્રી ઝાલાવાડ સર્વ કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ અને શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જૈન સમાજના સભ્યો અને ટ્રસ્ટના પરિવારના વડીલોના બહુમાન હેતુ વડીલ વંદના અને ગોલ્ડન જુબિલી કપલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : તીર્થંકર પરમાત્માનાં 34 અતિશયો વિશે જાણો
વડીલ વંદના એટલે 75 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિ. ઉપરાંત જેઓના પોતાના લગ્ન જીવનના 50 વર્ષથી વધુ વર્ષ થયા હોય અને બંને કપલ હયાત હોય તેને ગોલ્ડન જ્યુબિલી કપલ કહેવાય. ઝાલાવાડ સમાજના વડીલોના આદરપૂર્વક બહુમાન કરવાની સાથે વડીલો સમાજના પ્રેરણા સ્ત્રોત બને તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સવારના 08 વાગ્યે આમંત્રિત વડીલોનું આગમન કર્યુ હતું. આ પછી, આયોજનમાં આવેલા વડીલોનું રજિસ્ટ્રેશન કરીને 175 વડીલો તેમજ 13 બગીમાં 64 વડીલોને બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. શ્રી સરયુ હસુ ઝાલાવાડ સાંસ્કૃતિક ભવનથી વરઘોડો કાઢી પંકજ દેરાસર તરફ પ્રયાણ કર્યો હતો. ત્યારબાદ 9.30 વાગ્યે શ્રી શ્રી સરયુ હસુ ઝાલાવાડ સાંસ્કૃતિક ભવનથી વરઘોડો પરત લાવવામાં આવ્યો હતો. વરઘોડો પર આવ્યા પછી ભવન ખાતે વડીલોનું ચંદન તિલક કરી માળા અને સાલ ઓઢાડીને આદરપૂર્વક બહુમાન કરી ગીફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.