December 18, 2024
Jain World News
FeaturedNewsWorld News

આ દેશમાં પગારને લઈને થયો હોબાળો, 10 વર્ષમાં કરાઈ સૌથી મોટી સ્ટ્રાઈક | Strike

britain salary strike

બ્રિટેનમા લગભગ એક દાયકામા પહેલી વખત એક મોટી સામુહિક હડતાલ જોવા મળી છે. બુધવારના રોજ શિક્ષક, અધ્યાપક, ટ્રેન અને બસના કર્મચારી અને પબ્લિક સેક્ટરના કર્મચારી પગાર વધારવાની માંગને લઇને હડતાળ ( Strike ) પર ઉતર્યા છે. દેશમા લગભગ એક દાયકામા આ પ્રકારની સ્થિતિ પહેલી વાર જોવા મળી છે.

બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનકના સત્તાવાર પ્રવક્તાએ સ્વીકાર કર્યું કે આ સામુહિક હડતાળ ( Strike )થી જનતાને ‘ભારે જહેમત’નો સામનો કરવો પડશે. 23 હજાર શાળા પ્રભાવિત ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શિક્ષકોએ ભણવાનો બહિષ્કાર કર્યો છે, જેથી 23 હજાર શાળા પ્રભાવિત થઇ છે. આ વિભાગોમાં લગભગ 85% શાળાઓ બંધ રહેવાની અનુમાન લગાવામાં આવે છે.

શિક્ષામંત્રીએ શું કહ્યું?

શિક્ષામંત્રી ગિલિયન કિગનએ કહ્યું, “હું આ વાતથી નારાજ છું કે કર્મચારી સંગઠનોએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. આ કોઈ અંતિમ ઉપાય નથી. અમે હજુ પણ ચર્ચા કરી રહયા છીએ.”

લગભગ એક લાખ કર્મચારી હડતાળમાં જોડાયા

શિક્ષકો સિવાય ટ્રેન અને બસના કર્મચારી અને જાહેર વિસ્તારના અન્ય કર્મચારીઓ હડતાળ પર છે. દેશના 124 સરકારી વિભાગોના લગભગ એક લાખ કર્મચારી પણ હડતાળમાં સામેલ છે. આ સિવાય આરોગ્ય કર્મચારી પણ આવતા અઠવાડિયે હડતાળ પર ઉતારવાની યોજના બનાવી રહયા છે, જ્યારે નર્સ અને 108ના કર્મચારી 6 ફેબ્રુઆરીથી બીજી વખત હડતાળ કરશે.

સરકારે કર્મચારીઓની માંગને અયોગ્ય ગણાવી

આરએમટીના જનરલ સેક્રેટરી મિક લિન્ચે કહ્યું: “અમે અમારા સભ્યોને ઓફર કરવામાં આવતી નોકરીઓ, શરતો અને પગાર પર પેકેજ બનાવવા માટે રેલ ઓપરેટરો સાથે અમારી વાતચીત ચાલુ રાખીશું. બુધવારે પણ, પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસ યુનિયનના લગભગ 100,000 સભ્યો, જે સિવિલ સર્વિસમાં 100 થી વધુ વિવિધ એમ્પ્લોયરો દ્વારા કાર્યરત હતા, પગાર, પેન્શન અને નોકરીઓ અંગેના યુનિયનના રાષ્ટ્રીય અભિયાનના ભાગ રૂપે બહાર નીકળી ગયા.

આ પણ વાંચો  : Abu Dhabi ની એક રેસ્ટોરન્ટમાં કસ્ટમરને મળ્યું ₹ 1.36 કરોડનું બિલ

Related posts

સુદાન સંઘર્ષ : સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન કાવેરી બન્યું કવચ, INS સુમેધામાં 278 લોકોની બેચ જેદ્દાહ જવા રવાના થયા

admin

ચાય પે ચર્ચામાં અમિત શાહે અશાંત ધારાના અમલ વિશે શુું કહ્યુ?

admin

અમદાવાદના બોપલ આંબલી રોડના ડિવાઈડર પર સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા રોપવામાં આવેલા 2000થી વધુ વૃક્ષો કાઢી નાખવામાં આવ્યા

admin

Leave a Comment