Gujarati film ક્ષેત્રે પ્રસિદ્ધિ હાંસિક કરી રહ્યું છે. ત્યારે Gujarati film જગતમાં ઘણા બધા એેવું ફિલ્મો બનાવવામાં આવ્યાં છે કે જેને રાષ્ટ્રીય સ્તેર પોતાનું આગવી સ્થાન પ્રાપ્ત કર્યું હોય. તેવામાં ઘણા બોલિવૂડ એક્ટરે પણ Gujarati film ક્ષેત્રે કામ કરવાની પોતાની ઈચ્છા વ્યક્તિ કરી છે. આગામી દિવસોમાં અમિતાભ બચ્ચન, યશ સોની અને દીક્ષા જોશી સ્ટારની ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મ દર્શકોને જોવા મળશે. ફેમિલી ડ્રામાની આ ફિલ્મમાં અમીતાભ બચ્ચન રિજનલ એક્ટર્સ તરીકે ભૂમિકા ભજવશે.
ફિલ્મના શૂટિંગ વિશે વાત કરતાં યશ સોનીએ જણાવ્યું હતું કે, આપણે બીગ બીને ઓનસ્ક્રીન, તેમની પર્સનાલિટી અને તેમને ઓફસ્ક્રીન સાંભળીને જ મોટા થયાં છીએ. તેમની સાથે કામ કરવું એ અદભૂત પળ કહેવાય. બીગ બીની પર્સનાલિટીથી સૌ કોઈ પ્રભાવિક કરે તેવી છે. મારા શૂટિંગ દરમિયાન તેમની આંખ પર મારી નજર જતાં હું બધું જ ભૂલી ગયો હતો. જે મારા માટે એક અદભૂત ક્ષણ ગણાય.
યશ સોનીએ પોતાની સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં તેની આગામી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ માં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યાની તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, “શું કોઈ મને ચૂંટી ખણી શકે છે? પોતાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સર સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છું, જે 19 ઓગસ્ટ 2022 માં રિલીઝ થશે.” ઉપરાંત દિક્ષા જોશીએ પણ અમિતાભ બચ્ચન સાથેની તસવીર શેર કરતાં લખ્યું, “કોઈ મને ચૂંટી ખણશો કારણ કે આ ફોટોશોપ્ડ નથી. લેજન્ડ શ્રી અમિતાભ બચ્ચન સર સાથે અમને શૂટ કરવાની તક મલી તે માટે કૃતજ્ઞ છીએ.”