રાજસ્થાનના ગોટનમાં શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનનું સુંદર જૈન દેરાસર આવેલું છે. મુલનાયકની ડાબી બાજુએ શ્રી ચંદ્રપ્રભ સ્વામીની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. શાંતિપૂર્ણ વાતાવરણ સાથે સુંદર જૈન દેરાસર ખૂબ જ સુઘડ અને સ્વચ્છની સાથે સેવા-પૂજા અને ધ્યાન માટે આદર્શ સ્થળ છે. આ દેરાસરમાં શ્રી ગૌતમ સ્વામી, સ્તિ નાકોડા ભૈરવ, પદ્માવતી માતા વગેરેની મૂર્તિઓ છે.
ગોટન એ ભારતના રાજસ્થાન રાજ્યના નાગૌર જિલ્લાનું એક ગામ છે. ગોટન ગામ જિલ્લા મુખ્ય મથક નાગૌરથી દક્ષિણ તરફ 70 કિમી દૂર સ્થિત છે. મેરતા રોડથી 22 કિમી અને રાજ્યની રાજધાની જયપુરથી 244 કિ.મી દૂર આવેલું છે. આગળ ગોટન નજીક આવેલા શહેરની વાત કરીએ તો ફલોદી, મેર્ટા સિટી, પિપર સિટી, બિલારા એ ગોટનની નજીકના શહેરો છે.
કેવી રીતે પહોચવું :
રાજસ્થાનના નાગૌર જિલ્લાના ગોટન ગામે આવેલા જૈન દેરાસર સુધી પહોંચવા માટે રોડ મારફતે ઉપરાતં તમે ગોટન રેલવે સ્ટેશન, ખારીયા ખાનગઢ રેલ્વે સ્ટેશન સુધી જઈને પણ આ જૈન દેરાસર સુધી પહોંચી શકાશે.