Team India માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્ત્વમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સૌથી મોટો દૂશ્મન આ વર્ષ ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતમા યોજાનાર World Cup 2023 માં રમતો જોવા મળશે, જેને લઇને એક મોટી અપડેટ સામે આવી છે. ન્યુઝિલેંડ ક્રિકેટ (NZC) ના સિલેક્ટર ગેવિન લાર્સનએ જણાવ્યુ છે કે ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ડ આ વર્ષના અંતમા ભારતમા યોજાનાર 2023 વર્લ્ડ કપમાં New Zealand Cricket Team બોલિંગ આક્રમણની આગેવાની કરશે.
Team India માટે ખરાબ સમાચાર
ગયા વર્ષે ન્યુઝિલેંડ ક્રિકેટ (એનઝેડ્સી) બોલ્ટને સેંટ્રલ કોંટ્રેક્ટથી બહાર કરવા પર સહેમત થઇ ગયુ હતુ, કેમ કે તેઓ દુનિયાભરની T20 લીગ માટે પોતાને ઉપલબ્ધ કરાવવા માંગતા હતા. તે વર્તમાનમા યુએઇના ઇંટરનેશનલ લીગ T20માં એમઆઇ અમીરાત માટે રમી રહ્યા હતા. આ 33 વર્ષના ખેલાડીને જો કે, આઇસીસી (આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ) સ્પર્ધામા ભાગ લેવાની ઇચ્છા જતાવી છે, પરંતુ હજુ સુધી ટુર્નામેંટમાં તેની ભાગીદારીની જાહેરાત નથી થઇ.
2023 વર્લ્ડ કપમા રમશે રોહિત અને વિરાટનો આ સૌથી મોટો દુશ્મન
ન્યુઝિલેંડ ક્રિકેટ (NZC)ના સેલેક્ટર લાર્સનએ ‘એસઇએનઝેડ મોર્નિંગ્સ’ને કહ્યુ, ‘બોલ્ટ માટે દરવાજા ખુલ્લા છે.’ ન્યુઝિલેંડ ક્રિકેટ (NZC)ના સેલેક્ટર લાર્સનએ જણાવ્યુ કે બોલ્ટ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટિડના સંપર્કમા છે અને બન્ન સતત વાતચિત કરી રહ્યા છે. લાર્સનએ કહ્યુ, ‘ગેરી અને ટ્રેંટ નિયમિત રુપથી વાત કરે છે. અમે બધા બોલ્ટની મહેનત અને તેના અનુભવને જાણિયે છિએ. તે ઘણા વર્ષથી અમારા માટે મેચ વિજેતા ખેલાડી રહ્યા છે.
ડાબા હાથના બોલર બોલ્ટમાં બોલને સ્પીડમાં સ્વિંગ કરવાની ક્ષમતા છે. આ ક્ષમતા તેને રમતના દરેક ફોર્મેટમાં સૌથી ખતરનાક બોલરોમાંથી એક બનાવે છે. “અમે ઇચ્છીએ છીએ કે તે સામેલ થાય (2023 વર્લ્ડ કપ આયોજન), અમે તેની સ્થિતિને સંપૂર્ણ રીતે સમજીએ છીએ, તેથી અમે તેની સાથે છીએ,” લાર્સન, ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી કે જેઓ આઠ ટેસ્ટ અને 121 વનડે રમ્યા હતા.
બોલ્ટ અને અનુભવી ટિમ સાઉથીની ગેરહાજરીમાં, પ્રમાણમાં બિનઅનુભવી ન્યુઝીલેન્ડ પેસ આક્રમણ ભારતમાં તાજેતરમાં સમાપ્ત થયેલી સફેદ બોલની શ્રેણીમાં સંઘર્ષ કર્યુ. ટીમને વનડે શ્રેણીમાં 0-3થી જ્યારે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ 2015 અને 2019માં સતત બે વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ હજુ સુધી ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી.