આપણી મૂળભૂત સંસ્કૃતિ મુજબ સૂર્યાસ્ત બાદ બીજા દિવસના સૂર્યોદય સુધી ભોજન ન લેવું જોઈએ એવું મનાય છે. વિશ્વના મહાન અગ્રણીના કહેવા પ્રમાણે, આપણી સંસ્કૃતિ એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. આમ આપણી સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે, સૂર્યાસ્ત થયાં પછી ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. એટલે શા માટે રાત્રી ભોજન લેવાનું ટાળવું તે બાબતે જાણો રસપદ માહિતી.
યોગવિજ્ઞાન અને રાત્રીભોજન :
સાંજ પછી આપણાં પાચન અવયવો 20 ટકા જ કામ કરે છે. એટલે રાતના સમયે જો ફક્ત હળવો નાસ્તો કરવામાં આવે તો એ પણ પાચનતંત્ર માટે ભારે સાબિત થાય છે. આધુનિક યોગા ટ્રેઈનર્સ તો સાંજના ચાર વાગ્યા પછી પ્રવાહી સુદ્ધા લેવાનો નિષેધ કરે છે. જેથી સૂર્ય આથમા બાદ ભોજન કે હળવો નાસ્તો કરવો પણ પાચનતંત્રને ઘણું અસર કરે છે.
ફિટનેસ અને રાત્રીભોજન :
વૈજ્ઞાનિક ધોરણે રાત્રી ભોજન ન કરવાથી લોહિમાં રહેલા ફ્રેનાસાઈટ્સ અને લીમ્ફોસાઈટ્સ કણોની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. જેનાથી શરીરનું રોગપ્રતિરોધત તંત્ર શક્તિશાળી બનતાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત રાત્રે ભોજન ન કરવાથી હ્રદય અને નાડીની ગતિ સામાન્ય રહે છે, લિવરમાં રક્તપ્રવાહ નોર્મલ રહે છે. આમ રાત્રી ભોજન ટાળવાથી માનસિક બિમારીનો ભોગ બનેલા વ્યક્તિને રાહત આપે છે.
હ્રદયરોગ અને રાત્રીભોજન :
આરોગ્ય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે, હ્રદયરોગના હુમલાના મોટા ભાગના કેસમાં સાંજે અથવા પરોઢિયે એટેક આવ્યાનું જોવા મળ્યું છે. આમ તે સૂચવે છે કે રાત્રી ભોજન બાદ એટેક આવ્યો છે. એટલે તેના અનેક કારણો પણ હોય શકે. પરંતું હોંગકોંગ-ચીનમાં થયેલ તાજેતરના સંશોધનમાં પણ સાબિત થયું છે કે, નિયમિત સાંજે વહેલા ભોજન કરી લેવાથી હ્રદયરોગનો હુમલો આવવાની શક્યતા ઓછી રહે છે. આમ રાત્રીભોજન એ પણ હ્રદયરોગને અસર કરે છે.