-
EVM નું રેન્ડેમાઈઝેશન કર્યા બાદ EVM ફાળવણી કરવામાં આવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની શરૂઆતને પગલે ચૂંટણી વિભાગે EVM ફાળવણી સહિતની કામગીરી હાથ ધરી છે. આમ ભાવનગર શહેરમાં EVM નું રેન્ડેમાઈઝેશન કર્યા બાદ 7 વિધાનસભા બેઠક માટે EVM ની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણી વખતે આ મતદાન સમયે તેનો ઉપયોગ કરવામાં આવશે.
ભાવનગરનાં વિદ્યાનગર ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમ ખાતે તાજેતરમાં EVM નું રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યુ હતું. આ પછી જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાં EVM ની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં મહુવા, તળાજા, ગારિયાધાર, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ વગેરે 7 વિધાનસભા બેઠકમાં EVM ની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં બેલેટ યુનીયર 2431, કન્ટ્રોલ યુનીટ 2431 અને વીવીપેટ 2740નો સમાવેશ થાય છે. દરેક વિધાનસભાના અધિકારીઓને તેના વિધાનસભાના બુથ પ્રમાણે EVM ની ફાળવણી કરવામાં આવી હતી. ઉમેદવારો ફાઇનલ થયા બાદ EVM ના પ્રિ-પ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.