આસારામ કેસ : ગાંધીનગર સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આવતી કાલે એટલે કે મંગળવારના સવારે 11 વાગ્યાની આસપાસ કોર્ટ સજાની જાહેરાત કરશે. 2001માં દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં 6 ઓક્ટોબર, 2013ના રોજ ગુનો નોધવામાં આવ્યો હતો. આ કેમાં આસારામ સહિત અન્ય સાત ગુનેગારો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરિક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરિક શોષણ થયું હોવાનો આરોપ છે.
શું હતો કેસ?
ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત મહિલાએ પોતાનું શારીરિક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે થયું હતું શારીરિક શોષણ. આ કેસમાં મહિલાની નાની બહેને આસારામના દિકરા નારાયણ સાંઈ સામે ફરિયાદ કરી છે. મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે.