December 21, 2024
Jain World News
BudgetBusinessNational

RBI રેપો રેટ પોલિસી રેટ વધતાં EMI પણ વધુ ચૂકવવું પડશે

RBI એ ગયા મહિને રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. આ વખતે મોનેટરી પોલિસી રિવ્યૂ દરોમાં ઓછામાં ઓછો 0.50 ટકાનો વધારો થઈ શકે છે. આ બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની 8 જૂનના રોજ રાજ્યપાલ દ્વારા જાહેરાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં તમારા માટે એ સમજવું જરૂરી છે કે જો આવું થશે તો તમારા પર તમારી EMI કેટલી વધી જશે.

મોંઘવારીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે 8 જૂને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI રેપો રેટ પોલિસી રેટમાં વધુ એક વધારો કરવાની તૈયારી દાખવી છે. ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમીક્ષાની ત્રણ દિવસીય બેઠકમાં તેની વિચારણા ચાલી રહી છે. ગયા મહિને રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. જ્યારે આ મહિને પણ તેમાં 0.25-0.50 ટકાનો વધારો કરવાની તૈયારી બતાવી છે. આમ આ રીતે જો રેપો રેટમાં વધારો કરવામાં આવશે તો EMI ની સ્થિતિ શું જોવા મળશે તે વિચારવું રહ્યું.

રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો વધારો કરવામાં આવે તો તે ગત વખત કરતા તે વધુ જોવા મળશે. આમ રેપો રેટમાં વધારો કરવાથી બેંકોને રિઝર્વ બેંક પાસેથી મોંઘા દરે લોન મળી શકશે. આમ થવાથી બેંકના ગ્રાહકોને પોતાની લોનના બદલામાં વધુ મોંઘા દર ભરવા પડશે. ઉપરાંત ગ્રાહકોએ લીધેલ તેમની લોનના EMIમાં વધારો જોવા મળશે. પરંતુ ખૂશીની વાત એ છે, સમગ્ર સ્થિતિમાં બેંક એફડી મેળવનારાઓને તેના એફડીના દરમાં વધારો થવાથી ફાયદો વર્તાશે.

EMI કેટલી વધશે?

ધારો કે, 50 લાખની હોમ લોન તમે 20 વર્ષના સમયગાળા માટે લીધી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું ઉદાહરણ લઈએ તો અત્યારે તમને લગભગ 7.40 ટકાના દરે હોમ લોન મળી રહી છે. આવી સ્થિતિમાં તમારી EMI હવે 39,974 રૂપિયા થઈ રહી છે. પરંતું જો રેપો રેટમાં 0.50 ટકાનો વધારો થતાં SBI તે વધારો ગ્રાહકોને ટ્રાન્સફર કરશે. જેમાં 7.40 ટકાને બદલે 7.90 ટકા વ્યાજ ચૂકવવું પડશે. આ કિસ્સામાં તમારી EMI 41,511 રૂપિયા હશે. એટલે કે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાથી તમારી EMI 1537 રૂપિયા વધી જશે. એટલે કે એક વર્ષમાં તમારા ખિસ્સામાંથી વધારાના 18,444 રૂપિયા ચૂકવવા પડશે.

Related posts

સપનાનું ઘર ખરીદવું થયું મોંઘુ, પરંતું હજુ પણ છે મોકો

admin

Ahmedabad માં બનશે ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ, રૂ.3000 કરોડના રોકાણ સાથે એન્ટ્રી મારશે આ મોટું ગ્રુપ

Kanu Bhariyani

નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની તસવીર જોવા મળશે!

admin

Leave a Comment