Vadodara મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા Vadodara શહેર સ્વચ્છ અને સુંદર જળવાઈ રહે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનનાં વિસ્તારમાં આવતાં વિવિધ તળાવોની સુંદરતા જળવાઈ રહે અને તળાવમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ સફાય કામગીરી બાદ લોકોની બેદરકારી અને કોર્પોરેશનની નિષ્કાળજીને કારણે તળાવની હાલત પહેલાની જેમ જ થઈ હતી.
એવું કહેવાય છે કે, પહેલા Vadodara માં નાના મોટા મળીને કુલ 169 તળાવો હતા. પરંતું ધીમે ધીમે તળાવો પુરાતા જતા તેનું અસ્તિત્વ ખતમ થયું છે. ત્યારે હાલ શહેરમાં 40 તળાવો હયાત છે. જેમાંથી 26 તળાવમાં આશરે 92 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. જેમાં રેલિંગ, વોકિંગ અને જોગિંગ ટ્રેક વગેરે પણ બનાવાયા છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવની પાછળ 68 લાખનો ખર્ચ કરાયા પછી પણ તળાવમાં કચરાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય છે.
ઉપરાંત મહાદેવ તળાવ ખાતે હનુમાનજીની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવશે. ત્યારે તંત્રને એ ધ્યાન રાખવું જરૂરી છે કે, તળાવની યોગ્ય સંભાળ રાખવામાં આવે અને ગંદકી કરનાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
તંત્રના જણાવ્યા અનુસાર, વિસ્તારમાનો કચરો લેવા માટે દરરોજ ગાડી ડોર ટુ ડોર જાય છે. આમ લોકોએ સમજીને કચરો તળાવ કિનારાને બદલે ગાડીમાં કચરો નાખી ગંદકી ન કરવી જોઈએ. આમ લોકોનો પણ તળાવની સુંદરતા જાળવવામાં સહકાર જરૂરી છે.