યોગ અને આસન કરવાથી શરીરમાં કોઈ બીમારી પ્રવેશતી નથી અને તેનાથી ઘણા બધા ફાયદાઓ થતાં હોય છે. તેવામાં ક્યાં યોગ કરવાથી શું લાભ થશે અને તેને વ્યવસ્થિત કરવાની રીત વિશે જાણીએ.
ભૂનમનાસન :
આ આસન કરવાની રીતની અંતિમ સ્થિતિ ભૂમીને પ્રણામ એટલે નમન કરે છે. જેથી આ આસનને ભૂનમનાસન તરીકે ઓળખવામાં આવે છે. ભૂનમનાસન બેસીને કરવામાં આવે છે. જેમાં બંને પગને સીધા રાખને બેસીને હાથને બંને બાજૂં પર રાખવાના હોય છે.
ભૂનમનાસન કરવાની રીત :
- સૌપ્રથમ વજ્રાસનની સ્થિતિમાં બેસવું.
- એક ઊંડો શ્વાસ ભરીને બંને હાથ પીઠ પાછળ લઈ જઈને ડાબા હાથ વડે જમણું કાંડું પકડવું.
- ધીર ધીરે કમરમાંથી આગળની તરફ ઝૂંકવું. ત્યારે શ્વાસ છોડવો.
- આસનની પૂર્ણ સ્થિતિમાં કપાળ અને નાક જમીનને અડકાડો. આ રીતે તમારી યથાશક્તિ પ્રમાણે રહેવું.
- અંતે શ્વાસ ભરીને આસનની વિપરીત સ્થિતિ કરવી.
ભૂનમનાસન કરવાનાં ફાયદા :
- શરીરનો થાક ઉતરવાથી શરીરને સંપૂર્ણ આરામ મળે છે.
- પેટના અવયવોને મસાજ મળતાં પેટના દુઃખાવામાં રાહત આપે છે.
- કરોડરજ્જૂ મજબૂત બને છે. તેથી નાનાં બાળકોની ઊંચાઈ વધારવામાં મદદરૂપ આસન છે.
- મનને સાંતિ આપે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- આગળ ઝૂંકતી વખતે ઊંચા ન થવું.
- સગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ આ આસન કરવું.