December 18, 2024
Jain World News
BudgetBusinessNews

અમુલ દુધના ભાવ । મધર ડેરી પછી અમુલનું દુધ પણ થયું મોંઘુ, જાણો કેટલો થયો વધારો

અમુલ દુધના ભાવ
  • સામાન્ય માણસને વધુ એક ફટકો, ભાવ વધારા પછી એક લીટર અમુલ ગોલ્ડનો ભાવ 63 રૂપિયાથી વધીને 66 રૂપિયા થયો

થોડા સમય પહેલા મધર ડેરી તરફથી દુધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પછી હવે અમુલ દ્વારા પણ દુધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ડેરી દ્વારા દુધના ભાવમાં 3 રુપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ભાવમાં વધારો  કર્યા બાદ એક લીટર અમુલ ગોલ્ડનો ભાવ રુપિયા 63થી વધીને 66 રૂપિયા થયો છે. આ રીતે એક લીટર અમુલ તાજા માટે હવે 54 રૂપિયા આપવા પડશે. જ્યારે અમુલના ગાયના દુધ માટે 56 રૂપિયા આપવાના રહેશે.

A2 દુધ માટે આપવા પડશે 3 રૂપિયા

કંપની દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, અમુલ A2 ભેંસના દુધનો ભાવ વધીને પ્રતિ લિટર 70 રુપિયા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, અમુલ દ્વારા આ વર્ષે દુધના ભાવમાં પહેલીવાર વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા અમુલ દ્વારા 2022માં ત્રણ વખત દુધના ભાવમાં વધારો કર્યો હતો. આ વધારો માર્ચ, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં કરવામાં આવ્યો હતો. કંપનીએ જાણકારી આપી હતી કે, વધતી કિંમતને જોઈને વધારો કરવામાં આવ્યો છે. પહેલા સામાન્ય રીતે 2 રુપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખત એક લિટર પર 3 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ડિસેમ્બરમાં મધર ડેરીએ વધાર્યા હતા દુધના ભાવ

આ પહેલા મધર ડેરીએ ડિસેમ્બરમાં Delhi – NCR માં દુધના ભાવમાં 2 રુપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. દિલ્હી-એનસીઆરમાં મધર ડેરી દ્વારા 2022માં પાંચ વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, મધર ડેરી દિલ્હી અને આજુબાજુનાં વિસ્તારોમાં દરરોજ 30 લાખથી વધારે દુધનું વેચાણ કરે છે. છેલ્લા વધારા પછી મધર ડેરીના ફુલ ક્રિમ દુધના ભાવ 66 રુપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.

આ સિવાય ટોંડ દુધ 53 રુપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. ડબલ ટોંડ દુધના ભાવ 47 રુપિયા પ્રતિ લીટર છે. જો કે, કંપની દ્વારા ગાયના દુધની થેલી અને ટોકનથી ખરીદવામાં આવતા દુધના ભાવમાં કોઈપણ પ્રકારોનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : Budget 2023 | આપણે આત્મનિર્ભર ભારત બનાવવું છે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Related posts

દેશમાં Apple iPhone બનવા લાગ્યાં, આદિવાસી મહિલા તેનું નિર્માણ કરશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

admin

નરેન્દ્ર મોદી એ બેંગલુરુંમાં Aero India Show 2023 નું ઉદ્ઘાટન કર્યુ

admin

Jan Samarth Portal થકી સરકારી 13 યોજનાઓનો મળશે લાભ

admin

Leave a Comment